________________
સવર ભાવના
૨૦
કાઉસગ્ગ કરતા. ત્યારપછી આગલે દિવસે જે શાસ્ત્રાભ્યાસ કર્યાં હાય તેના સ્વાધ્યાય પુનરાવર્તન કરતા. ત્યારપછી રાત્રે લાગેલ દાખનું નિરાકરણ કરવાને પ્રતિક્રમણ કરતા. પ્રતિક્રમણ થઈ રહ્યું કે તરત એક એ સ્તાત્ર પાઠથી ઇશ્વરસ્તુતિ કરી દિવસ ઉગતે વસ્ત્ર રજોહરણ ગુચ્છા વગેરે દરેક ઉપકરણનું પ્રતિલેખન કરતા. પાતાના અને ગુરૂના ઉપકરણાનું બરાબર સાવચેતીથી પ્રતિલેખન કરી, પૂજી તેને સકેલી રાખતા. એટલું કામ થયું કે ગુરૂની પાસે વિનયપૂર્ણાંક નવીન પાઠની વાંચણી લઈ મૂળ પાઠ કરવા પ્રવૃત્ત થઈ જતા. આહાર પાણી લાવવાના વખત થાય ત્યારે પાત્રાં ઝોળી વગેરેનું નિરીક્ષણ કરી ગુચ્છાથી પૂજી વ્હારવા-ભિક્ષા લેવા જતા. વધારે ઘરે જવું. પડે તેનું કાંઈ નહિ, પણ થાડાએ દોષ ન લાગે તેવી રીતે આહાર પાણી વ્હારી લાવી ગુરૂને આહાર કરાવી પાતે આહાર કરતા. આહારકાય થી નિવૃત્ત થયા પછી પુનઃ અભ્યાસ કરવા મંડી જતા. પાછલા પહારનું પણ પડિલેહણ કરી સાંજે પ્રતિક્રમણ કરતા ત્યારપછી પણ પહાર રાત્રિ સુધી સ્વાધ્યાય કરી ધ્યાન ધરતા અને પછી સૂઈ જતા. આવી નિયમિત ક્રિયાથી તેના દિવસ હેલાથી પસાર થતા. શરીરે કસરત થવાથી શરીર તન્દુરસ્ત અને મન પ્રસન્ન રહેતું અને ગુરૂની પણ પ્રતિદિન કૃપા વધતી જતી હતી. કેટલાક વખત પછી
આ શિષ્યને ક્રિયા ઉપર કંટાળા આવવા લાગ્યા. રાજ ને રાજ શું કરવા પડિકમણું જોઇએ ? પંદર દિવસે કે મહીનામાં એકવાર કર્યું હોય તેા શું ન ચાલે ? રાજ રાજ શા માટે પડિલેહણુ જોઇએ ? ક્યાં લુગડામાં દર કે સર્પ ભરાઈ જાય છે? આમ કંટાળા આવવાથી થાડે થાડે તેની ક્રિયા માળી પડવા લાગી. પડિલેહણુ કાઈ દિવસે કરે તેા ચાર દિવસ ન કરે. ઉઠવાનું પણ અનિયમિત થયું. કાઈ દિવસે પાંચ વાગતે તા કાઈ દિવસે છ વાગતે ઉઠે. પ્રતિક્રમણુની પરંપરા પણુ તૂટી. ગુરૂને વિનય કરવામાં કે કામકાજ કરવામાં પણ આલસ્ય આવવા માંડયુ. આવી અનિયમિતતાથી