________________
સંવર ભાવના
૨૬૫ तृतीयमेदोऽप्रमादः। रुजा शरीर जरया च तदलं । यशश्च लोभेन यथा विनश्यति ॥ तथा प्रमादैरखिलो गुणवजस्ततः सुखाय श्रयताच पौरुषम् ॥ ६२॥
अप्रमादफलम्। ज्वरे निवृत्ते रुचिरेधते यथा। मले गते शाम्यति जाठरी व्यथा ॥ तथा प्रमादे विगतेऽभिवर्द्धते । गुणोच्चयो दुर्बलता य नश्यति ॥ ६३ ॥
સંવરને ત્રીજો ભેદ અપ્રમાદ, અર્થ-જરા અવસ્થાથી જેમ શરીર દુર્બળ થાય છે, રોગથી જેમ શરીરની ક્ષતિ થાય છે, લોભથી જેમ યશ કીતિનો નાશ થાય છે, તેમ મદ વિષય આદિ પ્રમાદના ગે માનસિક અને આત્મિક તમામ ગુણોનો વિલય થઈ જાય છે. માટે હે સખે ! ગુણસંપત્તિની અને સુખસંપત્તિની અભિલાષા રાખતો હોય તો પ્રમાદને એક ક્ષણ પણ રહેવા ન દેતાં અપ્રમાદપણે શુભ પુરૂષાર્થને ભજે. (૬૨).
અપ્રમાદનું ફળ. માણસને તાવ ઉતરી ગયા પછી જેમ અનાજ લેવાની ઉત્કટ રૂચિ ઉત્પન્ન થાય છે, પેટમાં જામેલ મળ નીકળી ગયા પછી જેમ નજરની પીડા શાન્ત થાય છે, તેવી રીતે જ્યારે પ્રમાદ દૂર થાય છે, ત્યારે માનસિક અને આત્મિક ગુણે ઉત્પન્ન થવા માંડે છે અને જ્યાં