________________
ભાવના-શતક
૯ સામાયક વ્રત–સમભાવ ઉત્પન્ન થાય તેવી રીતે સામાયક
ક્રિયા કરવી. ૧૦ દિશાવકાશિક વ્રત-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પૂર્વે બાંધેલ
દિશાઓની મર્યાદાને સાચવી, તેમ જ વ્રતમાં રાખેલ છૂટને
સંકોચી હદ બાંધવી. ૧૧ પૌષધ વ્રત–આઠમ ચાદશ પાખીને દિવસે આઠપહેરે
પષો કરવો. ૧૨ અતિથિ સંવિભાગ વ્રત–સાધુ સાધવી વગેરે સુપાત્રમાં
નિર્મળ ભાવથી ઉચિત વસ્તુનું દાન કરવું.
ઉપર જણાવેલા મહાવ્રતો અને અણુવ્રતો પાપની ક્રિયાને અટકાવે છે, રોકે છે, માટે સંવરરૂપ છે. મહાવતે સર્વથા પાપક્રિયાને રેકે છે, તેથી સર્વ વિરતિરૂપ છે ત્યારે અણુવ્રત એક દેશથી પાપકિયાને રોકે છે અને એક દેશથી પાપક્રિયા ચાલુ રહે છે માટે તે દેશ વિરતિરૂપ છે. શક્તિ અને ઈચ્છાના પ્રમાણમાં મહાવ્રત અને અણુવ્રતનો અધિકાર પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમીથી સર્વથા પાપક્રિયાઆરંભ સમારંભ રોકી ન શકાય, તેને માટે આગારવાળાં–છૂટછાટવાળાં અણુવ્રત જેલાં છે, ત્યારે ત્યાગી સંસાર વ્યવહારની જંજાળથી છૂટા થએલા હોવાથી આરંભ સમારંભ વિના ચલાવી શકે, માટે તેમને મહાવ્રત અંગીકાર કરવાને અધિકાર છે. આગળ જણાવવામાં આવ્યું છે કે કેટલીએક પાપક્રિયા આપણે જાતે કરતા નથી, પણ જ્યાં સુધી તેના પચ્ચખાણ-નિયમ કરવામાં ન આવે ત્યાંસુધી સૂક્ષ્મ પ્રવાહથી પાપકર્મ ચાલ્યું આવે છે, કારણકે તેની ઈચછાને નિરોધ કરવામાં નથી આવ્યા અને જ્યાં સુધી અંતર્ગત પણ ઈચ્છા રહી છે, ત્યાંસુધી તે ઈચ્છાને ક્યારે પણ આવિર્ભાવ થતાં તે પાપકાર્યમાં વચન અને કાયાથી પણ જોડાવાનો વખત આવી લાગે. માટે જેના વિના ચલાવી શકાય તેવી દરેક પાપક્રિયાને નિષેધ કરવાને વ્રત અંગીકાર કરવો જોઈએ. (૬૦-૬૧)