________________
૨૬૬
ભાવના–ાતક. ગુણે ઉત્પન્ન થયા ત્યાં દોષો વિલય પામવાની સાથે મન અને આત્માની દુર્બળતા દૂર થાય છે. (૩)
વિવેચન પ્રમાદ એ એક આત્માને રોગ છે. તેની હયાતી રહે ત્યાંસુધી આત્મિક ગુણેને વિકાશ થતો નથી. આ રોગને દૂર કરવા માટે સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય અનંતાનુબંધીની ચોકડી, અપ્રત્યાખ્યાનની ચોકડી, પ્રત્યાખ્યાનની ચોકડી અને સંજ્વલનને ક્રોધ, એ મોહનીયની સોળ પ્રકૃતિ ઉપશમાવવી કે ખપાવવી જોઈએ. તે પ્રકૃતિઓ ખપે ત્યારે અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવાની સાથે સાતમું ગુણસ્થાન પ્રાપ્ત થાય. નીરોગી અને બળવાન માણસ જેમ હેલાઈથી ઉંચાણના પ્રદેશમાં રહડી શકે છે તેમ અપ્રમાદને યોગે બળવાન થએલો આત્મા હેલાઈથી ઉપશમ કે ક્ષપક શ્રેણીએ હડી શકે છે. સૂક્ષ્મ પ્રમાદ ત્યજવાને પ્રથમ સ્થળ પ્રમાદને ત્યાગ કરવો જોઈએ. શક્તિ, સામગ્રી અને અનુકૂળ સમય મળ્યો હોય છતાં ધર્મકરણી કરવામાં ઉપેક્ષા કરવી, આલસ્ય કરવું, અવશ્ય કરવાની ક્રિયાને અનાવશ્યક માની શુષ્ક જ્ઞાની થવું તે સર્વ સ્થૂળ પ્રમાદ છે. આ પ્રમાદ દૂર કરી દરરોજ બે વખત આત્મચિંતનની સાથે પાપાલોચન કરવું જોઈએ. વ્રતોમાં લાગેલાં પાપને માટે પશ્ચાત્તાપ કર. આ કાર્ય નિયમિત રીતે કરવાથી પ્રમાદ દૂર થવાની સાથે મન અને આત્માની સ્વચ્છતા થાય છે. એક દિવસ પણું આલસ્ય કરવાથી અંતઃકરણરૂપ ઘરમાં પાપરૂ૫ કચરો ભેગો થાય છે અને તેથી આંતરિક ભવ્યતા નષ્ટ થાય છે. આ પ્રસંગે પ્રમાદથી પતિત થએલા એક સાધુનું દૃષ્ટાંત આપવું ઉચિત જણાય છે.
દષ્ટાંત-કઈ એક મહાત્માની પાસે એક જિજ્ઞાસુએ વૈરાગ્યથી સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. ગુરૂએ સાધુની દરેક ક્રિયા યતનાથી કરવાનું તેને શીખવ્યું. શિક્ષાનુસાર જિજ્ઞાસ શિષ્ય પણ દરેક ક્રિયા અપ્રમાદપણે કરવા લાગ્યા. સવારમાં દેઢથી બે કલાક, રાત્રિ શેષ હેય ત્યારે ઉંઘ તજી લોગસ્સ અને પ્રથમ સમણુ સત્રને