________________
૨૪૦
ભાવના-પ્રત
परं मतं श्रावकसंहतेस्तथा । जिनोदितं द्वादशधाऽघवारभित् ॥ ६१ ॥
સવરના બીજો ભેદ્ર વિરતિ (વ્રત).
અ—આસડ વગર જેમ દરદ મટતું નથી, ભેાજન વગર જેમ ભૂખની વેદના ઢળતી નથી, પાણી પીધા વગર જેમ તૃષા છીપતી નથી, તેમ વિરતિ વગર કરૂપ રાગની આવક અંધ થતી નથી, અર્થાત્ દરદ મટાડવાને જેમ એસડની જરૂર છે, ભૂખ મટાડવાને ભાજનની અને તરસ છિપાવવા પાણીની જેટલી જરૂરીઆત છે, તેટલી જ જરૂરીઆત કમ દૂર કરવાને વિરતિની છે. (૬૦)
વ્રતના પ્રકાર.
તે વિરતિ ( વ્રત ), મહાવ્રત અને અણુવ્રતના ભેદથી એ પ્રકારે છે. હિંસા, અસત્ય, સ્તેય (ચારી ), મૈથુન અને પરિગ્રહની સથા— કરણ, કરાવણ અને અનુમેાદન-મન, વચન અને કાયા એમ નવે કાટીથી નિવૃત્તિ કરવી તે મહાવ્રત સાધુ મુનિરાજો ધારણ કરી શકે છે, કારણ કે તે ઉત્કટ માગ છે. તે મહાત્રતા પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ પ્રકારના છે. મહાવ્રતની અપેક્ષાએ ન્હાનાં વ્રતા તે અણુવ્રત. મહાવ્રતમાં સર્વથા નિવૃત્તિ છે, ત્યારે અણુવ્રતમાં દેશથી નિવૃત્તિ થાય છે, માટે અણુ–ન્હાનાં અણુવ્રત પણ પાપના એધને અટકાવનાર છે એમ જિનેશ્વરે કહેલું છે. તે પણ ખાર પ્રકારનાં છે, જેને શ્રાવક ધારણ કરી શકે છે. (૧)
વિવેચન—બીજા આશ્રવ-અવિરતિના પ્રતિપક્ષી વિરતિ અથવા વ્રત છે. અવિરતિ એટલે પાપક્રિયાની વૃત્તિ અને વિરતિ એટલે પાપક્રિયાની નિવૃત્તિ. પાપની ક્રિયા મનથી, વચનથી અને કાયાથી થાય છે. પાપનાં કાર્યાં કરવાથી જેમ પાપક્રિયા લાગે છે, તેમ પાપનાં કાર્યો થાય તેવાં વચના માલવાથી કે તેવી ઇચ્છા કરવાથી પણ