________________
૨૫૯
ભાવના-નાતક છે. એક સમય પછી ક્ષાયક સમિતિ પ્રકટે છે. ઉપર જણાવેલા પાંચ સમકિત પૈકી ત્રણ સમકિત મુખ્ય છે, ત્રણમાં પણ ક્ષાયક સર્વથી શ્રેષ્ઠ છે, પણ તે અસાધારણ છે. સર્વાને સુલભ નથી. ત્રણ પૈકી કોઈ પણ એક સમકિતનું અસ્તિત્વ આત્મય માટે અતિ જરૂરનું છે, કેમકે તેના વિના સુદષ્ટિ-તત્વનિશ્ચય થઈ શકતો નથી અને સુદષ્ટિ વિના તપ, જપ, સંયમ, ધ્યાન સઘળાં એકડા વગરનાં મીંડાં જેવાં છે. સમકિત સહિત દેડી કરણું પણ ઘણું આત્મિક ફળ આપે છે, ત્યારે સમકિત વગરની ઘણી કરણ થોડું નવું પૌગલિક ફળ આપે છે. ચારિત્ર્ય વિન સમકિત હેઈ શકે, પણ સમ્યકત્વ વિના ચારિત્ર્ય તે સંભવે જ નહિ. સમકિત ચારિત્ર્યનું ભાજન છે. સમ્યક દૃષ્ટિની પ્રાપ્તિથી જ ભવપરંપરા કાપી શકાય છે. જ્ઞાન અને સમકિત વિનાને તપસ્વી તપના બળથી જે કર્મો કરોડ વર્ષે પણ ન ખપાવી શકે તે કર્મો જ્ઞાની સુદષ્ટિ એક પળમાં ખપાવી શકે છે. સમ્યગદષ્ટિ બહારથી ઉત્પન્ન થતી નથી પણ આંતરિક ભાવમાંથી પ્રકટે છે. જ્યારે તે પ્રકટે છે, ત્યારે તે જીવનો સ્થિતિ–અવસ્થા ઉહાળાની શ્રેષ્ઠ ભૂમિ જેવી નહિ, પણ એમાસાના વરસાદ પછી નવાંકુરિત થએલી ભૂમિ જેવી બને છે. દેલી જમીનમાંથી જેમ પાણુ અવ્યા કરે તેમ દુઃખી પ્રાણીઓને જોઈ તેનું અંતઃકરણ દ્રવ્યાં કરે, દયાનાં–અનુકંપાનાં મધુર ટીપાં અંતઃકરણમાંથી પડવાં કરે, કોઈ પણ મેહક ચીજમાં મોહ ન પામતાં તેનું મન ઉપાધિથી અલિપ્ત રહે, ક્રોધ, માન, માયા, લોભને ઉદય થાય નહિ, અને થાય તો તે તરત ઓલવાઈ જાય-લાંબે વખત ટકે નહિ. દેશસેવા, સમાજસેવા, ધર્મસેવા બજાવવામાં અને પરેપકાર કરવામાં આગળ પડતો ભાગ લે. ધાર્મિક કાર્યમાં જ બીજાએની સાથે હરીફાઈમાં ઉતરે અને તેની પૂરી પીછાન કરી તેમાં સદા આસ્તિક રહે. સ્વાર્થવૃત્તિની હયાતી હેય નહિ અને હેય તે ઘણું જ થેડી. વેર, ઝેર અને ફ્લેશથી હમેશા દૂર રહે.