________________
સંવર ભાવના,
૨૫૯ આવી દશા સમદૃષ્ટિનું અસ્તિત્વ સૂચવનારી છે. કેમકે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ પાંચ સમકિતનાં લક્ષણે છે અને એ પાંચ લક્ષણવાળાની દશા, ઉપર બતાવી તેવી જ હોવાનો સંભવ છે. સમ્યગદષ્ટિવાળા ગૃહવાસમાં રહ્યો હોય, અને દરેક સાંસારિક વ્યવહાર ચલાવતો હોય, તો પણ તેની અંતરદશા આ પદ્યમાં બતાવ્યા પ્રમાણે હેય છે.
સમ્યગ દષ્ટિ છવડો, કર કુટુંબ-પ્રતિપાળ છે
અંતસે ન્યારો રહે, ર્યો ધાવ ખેલાવત બાળ રે ૧ ! આવી દશામાં જ ઉપાધિજન્ય દુઃખને સ્પર્શ અંતઃકરણને થઈ શકતો નથી, અને તે જ દિશામાં દુઃખના અભાવે અંતઃકરણ પ્રકૃલ્લિત રહી ધર્મમાં લીન થાય છે અને ત્યારે જ તપ, જપ, સંયમ, કરણ વગેરે સર્વ સફળ થાય છે, સંસારનું પરિભ્રમણ અટકે છે. સમ્યગ દષ્ટિ જીવને ત્રીજે કે પંદરમે ભલે સંસારનો અંત આવે છે. તે દૃષ્ટિ એક વાર આવ્યા પછી ચાલી જાય તે પણ તે જીવ અદ્ધ પુદ્ગલપરાવર્તનમાં સંસારને છેડો પામે છે. (૫૮-૫૯)
દ્રિતીય પ્રતઃ विनौषधं शाम्यति नो गदो यथा । विनाशनं शाम्यति नो क्षुधा यथा । विनाम्बुपानेन तृषाव्यथा यथा । विना व्रतं कर्मरुगास्रवस्तथा ॥६०॥
| મેવાડા महाव्रताऽणुव्रतभेदतो द्विधा । व्रतं मुनेः पञ्चविधं किलाग्रिमम् ।।