________________
સવાર ભાવના
પ૭ મોહનીય એ એક મેહનીય કર્માન્તર્ગત દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે. તેની વધારેમાં વધારે ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિ છે. ભોગવતાં કે ક્ષય કરતાં જ્યારે સઘળાં કર્મોની એક કડાકોડી સાગરોપમની અંદર સ્થિતિ રહે ત્યારે રાગદેષ ગ્રંથિને ભેદ થાય છે અને ત્યારે જ મિથ્યાત્વ મેહનીયને ઉપશમ, ક્ષયપશમ કે ક્ષય થાય છે એટલે કે મિથ્યાત્વના દ્વારને અવરોધ થાય છે. આ અવરોધનું નામ સમકિત (સમ્યકત્વ) છે. આ અવરોધ ઉપશમ, ક્ષપશમ કે ક્ષયરૂપ હોય છે. તેના ભેદથી સમકિતના પણ ભેદ પાડવામાં આવ્યા છે. મિથ્યાત્વ મેહનીય અવધ ઉપશમરૂપ હેય તો તેથી પ્રકટ થતું સમકિત પણ ઉપશમ સમકિતરૂપે ઓળખાય છે. કંઈક ક્ષય અને કંઈક ઉપશમ-ક્ષોપશમરૂપે હોય તો તે સમક્તિનું નામ ક્ષયોપશમ સમકિત કહેવાય છે. જે મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિને સર્વથા ક્ષય થાય તો તેથી ઉત્પન્ન થતાં સમકિતને ક્ષાયક સમકિત તરીકે ઓળખવામાં આવે છે. ઉપશમમાં પ્રકૃતિને તિભાવ થાય છે, પણ સત્તાને ઉછેદ થતો નથી, ત્યારે ક્ષયદશામાં પ્રકૃતિની સત્તાને મૂળથી ઉચ્છેદ થાય છે. ક્ષપશમમાં ઉદિત ભાગને સત્તાછેદ અને અનુદિત ભાગને વિપાકથી તિરોભાવ થાય છે. ઉપશમ અને ક્ષાપશમ સમકિત આવે છે અને જાય છે, પણ લાયક સમકિત આવ્યા પછી કદી પણ જતું નથી. આ ત્રણ સમકિત ઉપરાંત બીજા પણ બે ભેદ સમકિતના છે. તે સાસ્વાદાન અને વેદક, પણ તે સ્વલ્પકાલીન છે. સમકિતથી પડતાં મિથ્યાત્વમાં જતાં વચ્ચેના કાળમાં સમકિતને કંઈક આસ્વાદ રહેલ હેવાથી, આ પતિત અવસ્થાને સાસ્વાદાન સમકિત કહેવામાં આવે છે. આને કાળ વધારેમાં વધારે છ આવલિકા અને સાત સમયને છે. ત્યાર પછી તે જીવ મિથ્યાત્વની ભૂમિકાએ આવી પહોંચે છે. મિથ્યાત્વ મેહનીયને સર્વથા ક્ષય કરવાના છેલ્લા સમયને વેદક સમકિત કહેવામાં આવે છે. આની સ્થિતિ માત્ર એક સમયની
૧૭