________________
૨૫૬
લાવા-શતક
સંવરનો મુખ્ય ભેદ સમ્યકત્વ. અર્થ–કાગળ ઉપર લખેલાં પાંચ, દશ, વીશ કે પચીશ ભીંડાં એકડા વિના જેમ ફટનાં છે. અથાત મૂળમાં એક એકડો ન હોય તો બધાં શૂન્ય નિરર્થક છે, વિજળીની લાઈટ કે સૂર્યની પ્રભા ચારે તરફ પ્રસરી હાય પણ જેવાને આંખોની જ ખામી હોય તો તે તેજ શા કામનું? જમીન અને બીજ બને ઉત્તમ હોય, બીજ જમીનમાં વાવ્યાં હોય પણ સારી વૃષ્ટિ ન થાય તો તે જેમ વ્યર્થ છે, તેમ એક સમક્તિ દૃષ્ટિ ઉત્પન્ન થઈ ન હોય તો તપ, જપ, કષ્ટ, ક્રિયા સઘળી એકડા વિનાનાં મીંડાં જેવી છેલગભગ વ્યર્થ છે. ઇછિત ફળ–એક્ષ-સુખ સમ્યફ દષ્ટિ વિના મળી શકતું નથી. (૫૮)
સમકિત અને સંયમનું સાહચર્ય. તેનું નામ ધન નથી, કે જે ધનથી લેશ માત્ર પણ સુખ મળતું નથી, તેનું નામ સુખ નથી, કે જેમાં સંતોષ કે સમતાને આવિર્ભાવ નથી, તેનું નામ સંતોષ નથી, કે જે સંતોષની સાથે આત્મસંયમ નથી અને તેનું નામ સંયમ નથી, કે જે સંયમ સમક્તિદષ્ટિયુક્ત નથી; અર્થાત ધન તે જ છે, કે જે ધન સુખ આપે છે. સુખ તે જ છે, કે જે સુખથી મનમાં સંતોષ–પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. સંતેવું પણ તે જ છે, કે જે સંતોષથી ચિત્તવૃત્તિઓ શાંત થઈ સંયમમાં પરિણુત થાય છે, તેમ સંયમ પણ તે જ છે કે જેનું મૂળ સમકિતદષ્ટિમાં રોપાયું છે. (૫૯)
વિવેચન-આશ્રવને પ્રતિપક્ષી સંવર છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્મનાં ખુલ્લાં દ્વાર તે આશ્રવ અને બંધ દ્વાર તે સંવર, અથવા કર્મનાં દ્વાર બંધ કરવાં તે સંવર. તેમાં પ્રથમ મિથ્યાત્વના દ્વારને બંધ કરવાને ઉપાય સમિતિ છે, કે જે સંવરને મુખ્ય ભેદ છે. મિથ્યાત્વ મોહનીયને ઉદય એ મિથ્યાત્વનું દ્વાર છે. મિથ્યાત્વ