________________
૨૫૪
- ભાવના-શતક કરી ભાન કે “ આશ્રવ અને તેના ભેદ સર્વથા હેય-છોડવાલાયક છે.” છોડવાલાયક આશ્રવ-કર્મ આવવાનાં કારને અટકાવી કર્મથી છોડનાર વીતરાગ ધર્મને હમેશ સેવ, કે જેથી અનાદિકાળના ત્રણ તાપ–આધિ વ્યાધિ ને ઉપાધિ-જન્મ, જરા અને મરણનાં બંધને દૂર થાય. (૫૭)
વિવેચન-આ જીવને આશ્રવઠારા કર્મબંધ કરવાને ઘણે વખત મળે છે, તેથી પ્રાયે દરેક જીવના ઉપર કર્મનું દબાણ વિશેષ થએલું હોવું જોઈએ. જેમ કર્મનું દબાણ વધારે તેમ દુઃખ વધારે. દુર્ગતિના ભવ કરવામાં અને દુઃખ ભોગવવામાં આ જીવે કંઈ કચાશ રાખી નથી. સ્વાભાવિક રીતે આવા દુઃખથી દરેકને કંટાળો છુટવે જ જોઈએ અને તેમ હોય તો આશ્રવની બિના ઉપર ધ્યાન આપવું જોઈએ. આશ્રવના અનેક ભેદના આશયથી જે ખુવારી અને હાડમારી ભોગવવી પડે છે તેને અંત લાવવાને હવે આશ્રવના દ્વારને નિરોધ કરવો જોઈએ. જાણ્યા સિવાય નિષેધ થઈ શકતો નથી, માટે પ્રથમ આશ્રવનું સ્વરૂપ યથાર્થ સમજી, તેના પરિણામનું બરાબર પર્યાલોચન કરી, છોડવા યોગ્ય આશ્રવને સર્ષે જેમ કાંચળીને છેડે તેમ જલદી છોડવો જોઈએ. ખાડામાંથી ઉપર આવવાને જેમ નિસરણ કે દોરડાના આશ્રયની જરૂર પડે છે, તેમ આશ્રવના ખાડામાંથી નિકળી બહાર આવવાને આશ્રયની જરૂર છે, તે આશ્રય જૈન ધર્મ છે; માટે જ કહ્યું કે “મગ સલા મોટું વનધર્મ” જૈન ધર્મ આશ્રવના નિરોધનો માર્ગ સ્પષ્ટ રીતે બતાવે છે એટલું જ નહિ પણ તે માર્ગે દરવવાનું કામ પણ તે જ કરે છે; માટે મેક્ષ આપનાર પવિત્ર ધર્મનો આશ્રય લઈ આશ્રવના અધોગામી કારમાંથી ઉપર આવવાની કેશીશ દરેક ક્ષણે કરવી અને આશ્રવ ભાવનાથી એ જ ચિંતવવું જોઈએ કે હું કર્મની આવકને અટકાવી કર્મના કરજમાંથી કયારે બચું? જે ક્ષણે તે કરજમાંથી બચાશે, તે ક્ષણ લેખાની થશે. (૫૭)