________________
સંવર ભાવના
૨કા
પાપની ક્રિયા લાગે છે. પાપનાં સાધનો જવાથી અને યોજેલાં સાધનો બીજાને સુપ્રત કરવાથી કે પોતાની પાછળ મૂકી જવાથી તે પાપનાં સાધનો વડે પાછળથી જે પાપકાર્ય થાય તેની પણ ક્રિયા, સાધન યોજનાર છવને લાગે છે. આ ક્રિયાને જ રાવી કહે છે. તે પાપક્રિયા અટકાવવાને–તેની નિવૃત્તિ કરવાને વ્રતની જરૂર પડે છે. વૃ' ધાતુ ઉપરથી વ્રત શબ્દ બન્યો છે. એ ધાતુનો અર્થ આવરવું, ઢાંકવું, બંધ કરવું એવો થાય છે. પાપની ક્રિયા અવિરતિને જે આવરે છે, રોકે છે, તે વ્રત કહેવાય છે. આ વ્રત જ આવતાં કર્મરૂપ રોગોને અટકાવે છે, કેમકે પાપની ક્રિયા કર્મરૂપ રેગને ફેલાવે છે. તે ક્રિયા રેકાય એટલે નવાં કર્મોનો અટકાવ થાય. નિરૂક્ત વ્રત બે પ્રકારનાં છે. મહાવ્રત અને અવ્રત અથવા અણગારવ્રત અને આગારવ્રત. અણગાર એટલે જેણે બાહ્ય અને આભ્યન્તર ગૃહનો (ઘર) ત્યાગ કર્યો છે. બાહ્યગ્રહ એટલે ચુના માટીનું ઘર અને આભ્યન્તર ગૃહ એટલે મિથ્યાત્વ, અનંતાનુબંધ્યાદિ ક્રોધ, માન, માયા, લેભ વગેરે દે, તેને જેણે ત્યાગ કર્યો હોય તે અણગાર, અથવા આગાર–મોકળ જેને નથી તે અણગાર. તેનાં વતે તે અણુગાર વ્રત, અને આગાર-મોકળાશવાળાં વ્રતો તે આગાર વ્રત. ઘરબાર ત્યજવા જેટલી શક્તિ જેને પ્રાપ્ત થઈ છે, તે વૈરાગ્ય જેના હૃદયમાં ઉત્પન્ન થયે છે, તેનામાં છુટછાટ વગરનાં વ્રતો-મહાવ્રતો પાળવા જેટલી શક્તિનો સ્વતઃ સંભવ હોવાથી તે ત્યાગી વર્ગ માટે જવામાં આવ્યાં છે. આ મહાવ્રત પાંચ છે.
પાંચ મહાવ્રતો. ૧ પ્રાણાતિપાત વિરમણ-મન, વચન અને કાયાથી કોઈ પણ
જીવની હિંસા કરવી નહિ, બીજાની પાસે કરાવવી નહિ, બીજે
કેઈ હિંસા કરતો હોય તેમાં અનુમાદન કરવું નહિ. ૨ મૃષાવાદ વિરમણ-ધથી, લોભથી, ભયથી કે હાસ્યથી, મન