________________
૨૪૮
ભાવના–શતક.
વિભાગો કલ્પવામાં આવે, તે સૂક્ષ્મ વિભાગે તે વસ્તુના પ્રદેશ કહી શકાય. આત્માના આવા અસંખ્યાત અંશે કલ્પવામાં આવ્યા છે. તે અંશે ચૂર્ણ કે લોટની માફક છૂટા પડી જતા નથી, કિન્તુ સદા આત્મામાં સંલગ્ન જ રહે છે, તે પણ સમજવાની ખાતર તે શાસ્ત્રકારે દર્શાવ્યા છે. તે અસંખ્યાત પ્રદેશ લોકના આકાશપ્રદેશ જેટલા છે. પ્રત્યેક આત્મપ્રદેશે કર્મના અણુઓના સમૂહે વળગેલા છે. અમુક પ્રકારના અણુઓના સમૂહને “વર્ગણ” એવી સંજ્ઞા શાસ્ત્રકારે આપેલી છે. આવી અનંતાનંત વર્ગનું એકેક પ્રદેશે લાગેલી છે. તેથી આત્માની અનેક શક્તિઓ તે કર્મચણાની નીચે દબાઈ ગએલી છે. તેથી આપણી પાસે દૂરના સૂક્ષમ પદાર્થો જાણવાની અનંત જ્ઞાનશક્તિ હોવા છતાં પાસેની વસ્તુ પણ બરાબર જાણી શકતા નથી. અનંત દર્શનશક્તિ હેવા છતાં સૂક્ષ્મ અને દૂરની વસ્તુઓનું સ્પષ્ટતાથી દર્શન થઈ શકતું નથી. અનંત-વીય–સામર્થ હોવા છતાં એક સાધારણ કાર્યમાં પણ નબળાઈ અને ભય પ્રતીત થાય છે. તેનું કારણ માત્ર કર્મોનું આવરણ કે બંધ છે, અને બંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને જો એ પાંચ છે. કોઈ પણ અનિષ્ટ પરિણામ અટકાવવું હોય તે તેને ઉપચાર બે રીતે કરવો જોઈએ. એક તે તે પરિણામના કારણેનું અન્વેષણ કરી તે કારણે દૂર કરવાં, બીજું તે પરિણામ ત્યાંથી જ અટકી જાય–આગળ ન વધે તેવા ઉપાયો લેવા જોઈએ. જેમ એક તળાવમાં પાણીને એકદમ ધસારે થવાથી પાળ તૂટી જતી હોય અને પાણીને બગાડ થતો હોય તેને અટકાવવો હોય તો પ્રથમ પાણીની આવક બંધ કરવી જોઈએ અને પછી પાળનું સમારકામ કરવું જોઈએ. આવક ચાલુ હોય તો સુધારેલી પાળ ફરીથી તૂટી જશે; અથવા તાવના દરદીને તાવ અટકાવવો હોય તો પ્રથમ જેનાથી તાવ આવતો હોય તે કારણ દર કરવું જોઈએ અને પછી વર્તમાન તાવને અટકાવવા ઔષધોપચાર કરવું જોઈએ. તાવ આવવાનાં કારણો ચાલુ હોય તો ઔષધોપચાર