________________
આશ્રવ ભાવના
૨૭ છે. અભ્યાસ અને વૈરાગ્ય. પાતંજલ યોગશાસ્ત્રમાં પણ “મુખ્યાવૈરાચાર્યો જિરોઃઅર્થાત–અભ્યાસ અને વૈરાગ્યથી પણ ચિત્તવૃત્તિઓને નિરોધ થાય છે, એમ બે સાધનો બતાવ્યાં છે. વૈરાગ્યપૂર્વક સતત અભ્યાસ હોય તો જ આ આશ્રવ ઉપર જય મેળવી શકાય છે. દઢ પ્રયત્ન વિના અંહિ ફત્તેહ મળી શકતી નથી. માટે દઢ પ્રયત્નવાન અને બહપરિકર થઈ મનેનિગ્રહ કરવાને ઉદ્યત થઈ વચન અને કાયાની પ્રવૃત્તિ સુધારી ક્રમે ક્રમે આશ્રવને નિષેધ કરતા રહેવું, એ આ ભાવનાનું રહસ્ય છે. (૫૪)
___ आश्वकर्मबन्धयोः कार्यकारणता। प्रदेशा असंख्या मता आत्मनो जैनिबद्धा अनन्तैश्च कर्माणुभिस्ते ॥ न तद्वन्धने कारणं विद्यतेऽन्यद्विहायाश्रवान् पश्च मिथ्यात्वमुख्यान् ॥५५॥ આશ્રવ અને કર્મબંધને કાર્યકારણ ભાવ.
અર્થ-આત્માના અસંખ્યાતા પ્રદેશ છે તેમાંના એકેક પ્રદેશે અનંતાનંત કર્મની વર્ગણ લાગેલી છે. તે કર્મવગણને ગ્રહણ કરવામાં અને આત્મપ્રદેશની સાથે તેને બંધ કરવામાં મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને ચોગ એ પાંચ આશ્રવ વિના બીજું કંઈ પણ કારણ નથી, અર્થાત ભૂતકાળમાં જે કર્મની વગણુઓ ગ્રહણ કરી, વર્તમાનમાં ગ્રહણ કરે છે અને ભવિષ્યમાં ગ્રહણ કરશે, તે સર્વ પાંચ આશ્રવને અધીન છે. કર્મબંધ કાર્ય, અને પાંચ આશ્રો કારણ—હેતુ છે. કર્મબંધના જેટલા હેતુઓ છે તે આ પાંચમાં સમાઈ જાય છે. (૫૫)
વિવેચન–કોઈ પણ વસ્તુના સૂમમાં સૂક્ષમ તે એટલે સુધી કે જેનાથી સૂક્ષ્મ વિભાગની કલ્પના પણ થઈ શકે નહિ તેવા સૂક્ષ્મ