________________
=
=
=
આશ્રવ ભાવના
૨૪૫ મહાત કરવાની દરેક ક્રિયામાં તે પ્રવૃત્ત થઈ ગયું. માનસિક ભુવનના મેદાનમાં જ સામસામા સૈન્યની કલ્પના કરી શત્રુના સૈન્યની હામે પિતાના લશ્કરને મોખરે ઉભા રહી માનસિક યોગથી પ્રસન્નચંદ્ર લડાઈની રમતમાં રમવા લાગ્યો. આ સમયે શ્રેણિક રાજાએ નમન કરી મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે, મહારાજ ! પ્રસજચંદ્ર તપસ્વી મુનિ કે જેને મેં હમણું જ ઉત્કટ ધ્યાનમાં નિમગ્ન થએલા જયા, તેમના આયુષ્યને આ વખતે બંધ પડે તો ક્યાંનું આયુષ્ય અંધાય ? મહાવીરે કહ્યું, હે શ્રેણિક! આ વખતે પહેલી નરકનું આયુષ્ય બંધાય. શ્રેણિકને આથી વિસ્મય થયો. આવા મુનિઓ જ્યારે નરકનું આયુષ્ય બાંધે ત્યારે બીજાઓની શી ગતિ સમજવી ? આમાં કાંઈક મર્મ જણાય છે. તેથી બીજી વાર પૂછયું તો બીજી નર્કનું, થોડી વાર પછી ત્રીજી, ચેથી, પાંચમી, છઠ્ઠો અને સાતમી નર્કનું આયુષ્ય બાંધે એમ અનુક્રમે કહ્યું. દરમ્યાન પ્રસન્નચંદ્ર માનસિક ભુવનના મેદાનમાં લડતાં લડતાં ભાથામાંનાં તીર ખુટી જવાની કલ્પના કરે છે અને માથાને મુકુટ ફેંકવાના ઈરાદાથી માથે હાથ મૂકવા જાય છે, ત્યાં મુકુટને બદલે લેચ કરેલ મસ્તક જણાયું. ત્યાં ભાન આવ્યું કે અરે હું તે સાધુ થયો છું ! મન, વચન, કાયાથી સર્વ પાપસ્થાનકનાં પચ્ચખાણ કર્યા છે ! રાજ્યને અને મારે શું લેવાદેવા છે? લડાઈને ને મારે છે સંબંધ? અરેરે ? મેં આ શું દુષ્કૃત્ય કર્યું? હારું મન શામાટે ખડ ખાવાને લડાઈને મેદાનમાં ગયું ? બહુ ખોટું થયું. આમ પશ્ચાત્તાપ કરતાં તે ઉંચી શ્રેણિપર હડક્યા. શ્રેણિકે પૂછયું, મહારાજ ! આ સમયે પ્રસન્નચંદ્ર મુનિ કયાંનું આયુષ્ય બાંધે? મહાવીરે કહ્યું, આ સમયે તેણે નર્કના આયુ‘ષ્યના દલિયા ઉડાડી દીધા છે. આયુષ્ય બંધ પડે તે શુભ ગતિનું આયુષ્ય બાંધે. થોડી વાર પછી કહ્યું કે પહેલા દેવલોકનું કાવત સર્વાર્થસિદ્ધ મહાવિમાનનું આયુષ્ય બાંધે. ક્યાં સાતમી નર્ક અને ક્યાં સર્વાર્થસિદ્ધ મહાવિમાન!! એક ઘડીમાં આટલું બધું પરાવર્તન!!