________________
૨૪૪
ભાવના શતક
જેવ ુ જેનું શરીર હાય છે, માત્ર એક અંતમુ દૂતનું જેનું આયુષ્ય હાય છે, વચન અને કાયાની પ્રવૃત્તિ ન થતાં માત્ર મનમાં જ તે હિંસાના વિચાર કરે છે. હું જો આ મગર જેવડા મ્હોટા હોત તે મગરના પેટમાં આવતા જળચર જીવા પૈકી એકને પણ બહાર હાડત નહિ. આ મગર કેવા મૂર્ખ છે કે બધા જીવાને પાણીની સાથે બહાર કહાડી નાંખે છે. બસ, આવી દુષ્ટ માનસિક ચિંતવનામાં એક મુદ્દતમાં તે જીંદગી પૂરી કરી દુષ્ટ અધ્યવસાયમાં મરણ પામી સાતમી નરકે તેત્રીસ સાગરાપમને આયુષ્ય ઉત્પન્ન થાય છે.
દૃષ્ટાંત—પ્રસન્નચંદ્ર રાજાને વૈરાગ્ય થવાથી રાજ્ય વારસ કુમારની ન્હાની ઉમ્મર હાવાથી, મંત્રીઓનેરાજ્ય ભળાવી દીક્ષા ધારણ કરી, મહાવીર સ્વામીની સાથે વિચરતાં એકદા તે રાજગૃહી નગરીની અહાર એક ઉદ્યાનમાં ઝાડ નીચે ધ્યાન ધરી ઊભા છે. તે વખતે મહાવીર પ્રભુને વાંદવા શ્રેણિક રાજાની સ્વારી રસાલા સાથે ત્યાં થઇને નીકળી. સુમુખ અને દુર્મુખ નામના એ ચાહાની દૃષ્ટિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉપર પડી. સુમુખ સ્વભાવે સજ્જન હતા ત્યારે દુર્મુખ દુર્જન હતા. કાઈ પણ માજીસમાંથી ખામી શેાધી કહાડી તેની નિન્દા કરવાના તેના સ્વભાવ હતા. તે સ્વભાવાનુસાર સુમુખે જ્યારે મુનિના વૈરાગ્ય અને ધ્યાનદશાની પ્રશંસા કરી ત્યારે ક્રુમુખે તેનું ખંડન કર્યું અને કહ્યું કે એ મહાપાપી છે. ન્હાની ઉમ્મરના છેાકરાને મૂકીને દીક્ષા લીધી, પણ તેના દુશ્મન તેના રાજ્ય ઉપર સ્ટુડી આવી મંત્રીઓને ખુટવી છેાકરાને મારી તેનું રાજ્ય પડાવી લેશે તેની જવાખદારી એને શિર છે. રાજ્યને જોખમમાં નાંખી સંસારને ત્યાગ કર્યું તેમાં એનું શું કલ્યાણ થશે? ક્રુમુખના શબ્દો મુનિના કણ્ પુટ સાથે અથડાતાંની સાથે ધ્યાનમાં ભંગ પડયો. મનાવૃત્તિનું ઉત્થાન થયું. વચનયેાગ અને કાયયેાગ સ્થિર હતા પણ એ સર્વનું ખળ જાણે મનાયેાગને મળ્યું હોય તેમ મન એક ક્ષણમાં જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં પહેાંથી ગયું. સંકલ્પ વિકલ્પ, તર્ક વિતર્ક અને દુશ્મનને