________________
૨૪ર.
ભાવના–રાતી. તે કરત નહિ, પણ એના કોઠામાં બેઠેલો ચંડાળ જ્યારે મને મળવા આવ્યું ત્યારે મારે પણ તેને મળી આવકાર આપવો જોઈએ. તેમ મેં કર્યું તે કાંઈ ખોટું નથી. આ યુક્તિયુક્ત ભાષણ સાંભળી બ્રાહાણને અયોગ્ય ક્રોધ માટે ઠપકો આપી સૌ સૌને ઠેકાણે ગયા.
બીજી રીતે કહીએ તે આ ચારે આંતરિક દુશ્મન છે. માણસના અંતમાં નિવાસ કરી અંતરને જ નાશ કરે છે. જે ડાળે બેસે છે તેને કાપે છે. આત્માનું સદા અહિત સાધે છે. માટે કષાયરૂપ આત્માને અટકાવવાને ક્ષમા, મૃદુતા, સરળતા અને સંતોષને મજબૂત કિલ્લે બાંધવો જોઈએ. ક્રોધની હામે ક્ષમા, માનની હામે મૃદુતા, માયાની હામે સરળતા અને લોભની સહામે સંતોષને ઉભા રાખવાથી કષાયને પરાજય થઈ શકે એ વાત ભૂલી જવાની નથી. (૫)
पचमाश्रवो योगः। मुदृष्टौ यथा ना नदीपूररोषः। प्रवृत्तौ यथाचित्तवृत्तेन रोधः॥ तथा यावदस्ति त्रिधा योगवृत्तिनं तावत्पुनः कर्मणां स्यानिवृत्तिः ॥५४॥
આશ્રવને પાંચમે ભેદ યોગ, અર્થ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે. નદીના મૂળમાં ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે જેમ નદીનું પૂર રાકવું મુશ્કેલ થઈ પડે છે અથવા વ્યવહારિક ઔપાધિક પ્રવૃત્તિ ચાલુ હોય તે વખતે ચિત્તની વૃત્તિઓને રોકવી મુશ્કેલ થઈ પડે છે તેવી રીતે જ્યાં સુધી મન વચન અને કાયાના દુષ્ટ યોગની પ્રવૃત્તિ ચાલુ રહે છે ત્યાંસુધી કર્મોની નિવૃત્તિ સાધી શકાતી નથી, કેમકે
ગાશ્રવ અને કર્મના પ્રતિબંધ અને પ્રદેશબંધને સહાયક છે, માટે ભેગને પણ અટકાવવો જોઈએ. (૫૪).