________________
२४०
ભાવના–શતક અર્થાત–ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય વૃદ્ધિગત થઈ પુનર્જન્મના મૂળનું સિંચન કરે છે. અર્થાતુ-જન્મ મરણની વૃદ્ધિ કરે છે. ==ારજ્ઞાચ=ામ-એ શબ્દાર્થ પ્રમાણે પણ કષાયને અર્થ સંસારપ્રાપ્તિ-સંસારવૃદ્ધિ એવો થાય છે. છ રસમાં કસાયેલો એક રસ છે, તે રસ મોઢામાં નાંખતાં મોટું ખરાબ થઈ જાય છે, તેના ઉપર અણગમો છૂટે છે. તેમ કષાયનો કટુ રસ આત્માને ઘણે ખરાબ લાગે છે. તેથી આત્મા જ નહિ પણ મન અને શરીરમાં પણ વિક્રિયા ઉત્પન્ન થાય છે. કષાયવાળો માણસ જનસમાજને પણ ગમત નથી. તે સર્વત્ર અપ્રિય થઈ પડે છે. કષાયો સદગુણને બાળવામાં અગ્નિસમાન છે. મહાવીર પ્રભુ કહે છે કે
कोहो पीइं पणासेइ । माणो विणयनासणो ॥ माया मित्ताणि नासेइ । लोभो सव्वविणासणो ॥ १ ॥
દશ. અ. ૮. અર્થાત –ક્રોધ પ્રીતિનો વિનાશ કરે છે, માન વિનય-નમ્રતાને નાશ કરે છે, માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વ ગુણેને નાશ કરે છે. કષાયના આવેશમાં માણસની બુદ્ધિ અને વિચારશક્તિ ગુમ થઈ જાય છે. તેથી ભાષાને વિવેક જતો રહે છે, ન બોલવાનું બોલી જવાય છે, વિનય અને સભ્યતા જતી રહે છે, કિંઘહુના માણસની માણસાઈ પણ કષાયને આવેશમાં ચાલી જાય છે. જેને નમસ્કાર કરવો જોઈએ તેની હામે લાકડી ઉંચકાય છે, શાંતિને સ્થાને ફ્લેશ થાય છે, બધી શુભ પ્રવૃત્તિઓ કષાયના આવેશમાં અશુભ પ્રવૃત્તિરૂપે પલટાઈ જાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચારમાં અમુક સારે અને અમુક ખરાબ એમ કહી શકાય જ નહિ. તે ચારે ખરાબમાં ખરાબ છે. ચંડાળ ચેકડીની ઉપમા તેને બરાબર લાગુ પડે છે. જેના હૃદયમાં આ ચંડાળ ચોકડીનું સામ્રાજ્ય રહેતું હોય, તે માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના કુળમાં