________________
૨૩૮
ભાવના–શતક તેને યથેચ્છ ગમે તેવી રીતે ઉપયોગ કરવો કે તેને વ્યર્થ ગુમાવી નાખવી એ ચલાવી લેવાય તેવી વાત નથી. પ્રત્યેક ક્ષણ સાવચેતી અપ્રમાદમાં જ પસાર થવી જોઈએ. “માઘણીવ જોબ્લમો ” ભારંડ પક્ષીની માફક સાવધાન રહેવું. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, અસૂયા, મદ, મેહ વગેરે લુંટારાઓનું એટલું બધું પરિબળ છે કે આત્માની પ્રમત્તાવસ્થામાં તેઓ એકદમ આત્મિક સંપત્તિ લુંટી જાય છે અને આત્મિક સંપત્તિને સ્થાને કર્મને કચરો ભરી દે છે, માટે તેમનાથી બચવાને અપ્રમાદ સેવવાની અને પ્રમાદને દૂર કરવાની ઘણી જરૂર છે. બ્રોકમાં જે ત્રણ દષ્ટાંતો બતાવ્યા છે, તે બહારની વસ્તુ અંદર આવવાની સરખામણીમાં ઉપયોગી છે. ત્રણે દૃષ્ટાંતોમાં જેમ આવક છે તેમ જાવક પણ છે. જાવક ન હેય તે ત્રણેમાં બગાડ થાય છે, જઠરમાંથી જાવક બંધ થાય તો અજીર્ણ થાય, તળાવની જાવક બંધ રહે તો તેની પાળો તૂટી જાય, અને તળાવને અંત આવે, હવા પણ નિરંતર આવ્યા જ કરે, પણ જવાનો માર્ગ ન હોય તો શરદી થાય, તેમ આત્મામાં પણ પ્રમાદને માર્ગે કર્મની આવક ચાલુ રહે અને જાવક હોય નહિ તો તેથી કર્મનું દબાણ થતાં આત્માની કઢંગી સ્થિતિ થાય, માટે પ્રમાદ દ્વારાએ આવેલાં કર્મને અપ્રમાદથી દૂર કરી આવતાં નવાં કર્મોને રેવા પ્રયાસ કરવો. (૫૨)
વસુત્રવ થાય.
निशायां वने दुर्गमे निःसहायाद्धरन्ते धनं दस्यवो भीतियुक्ताः ॥ कषायास्तु नक्तंदिवं सर्वदेशे । कुकर्मास्त्रमाश्रित्य शक्तिं हरन्ति ॥५३॥