________________
શ્રવ ભાવના.
આશ્રવને ચેાથે ભેદ કષાય. અર્થ-ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો કહેવાય છે. આ ચાર કષાયો હેટામાં હેટા લુંટારા છે. પેલા ધનને હરનારા લુંટારા તો રાત્રે જ ચેરી કરે છે, તે પણ જ્યાં માણસની આવજા ન હોય તેવા જંગલમાં કે શૂન્ય પ્રદેશમાં, તેમાં પણ પોલીસને સ્વાર કે ભેમીઓ માણસ સહાયક ન હોય તો તે લુંટારા શ્રીમતને લુટે છે, તે પણ નિર્ભયપણે નહિ કિડુ પકડાઈશું તો માર્યા જઈશું એવી બીક રાખે છે, ત્યારે કષાયરૂપી લુંટારા તે રાત્રે કે દિવસે જંગલમાં કે વસતિમાં નિર્ભયપણે તીવ્ર રસવાળાં અશુભ કર્મરૂપ શસ્ત્રો ફેંકીને આત્માની જ્ઞાનસંપત્તિ, ચારિત્ર્યસંપત્તિને લુંટવા કરે છે. હે ભદ્ર! આત્મસંપત્તિ બચાવવી હોય તે કષાય રૂપી લુંટારાઓથી સાવચેતપણે દૂર રહે. (૫૩)
વિવેચન–આ કાવ્યમાં કષાયને લુંટારાની ઉપમા આપી તેની ભયંકરતા દર્શાવી તેનાથી બચવાની સૂચના કરી છે. હેકવિદિત લુંટારા કરતાં આ આધ્યાત્મિક લુંટારા કષાયોમાં વિશેષતા એ છે કે તે સંપત્તિ લુંટવાનું અને સંપત્તિગુહને બગાડવાનું કામ કરે છે. પેલા લુંટારાઓ માત્ર ધનવાનના ઘરમાંથી ધન લુંટી ચાલ્યા જાય છે ત્યારે આ લુંટારાઓ આત્માની સંપત્તિને લુંટી ત્યાં જ નિવાસ કરે છે અને જ્ઞાનાવરણય આદિ આઠે કર્મની વર્ગને
ત્યાં જમાવ કરી આત્મભૂમિને નિઃસવ નીરસ અને તુછ બનાવી દે છે, એટલું જ નહિ પણ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે, દુગ્ગતિ કૃપમાં પટકી દે છે. તદુकोहो य माणो य अणिग्गहिया । माया य लोभो य पवमाणा । चत्तारि ए ए कसिणा कसाया । सिंचंति मूलाई पुणभवस्स ॥ १ ॥
દશ. અ. ૮,