________________
આશ્રવ ભાવના.
૪૧ ઉત્પન્ન થયો હોય તો પણ તે ચંડાળ બરાબર છે. ચંડાળના કુળમાં જન્મેલ જન્મચંડાળ છે, ત્યારે કષાયના આવેશવાળે કર્મચંડાળ કે ગુણચંડાળ છે.
દષ્ટાંત–એક વખત એક બ્રાહ્મણ રસ્તામાં ચાલ્યો જતો હતો. હામેથી એક ચંડાળ-ભંગીઓ આવતા હતા. બંનેની શરતચુકથી બંનેને સ્પર્શ થઈ ગયે. બ્રાહ્મણને ચંડાળને સ્પર્શ થયા જાણવામાં આવ્યો કે એકદમ આંખો લાલચોળ કરી ભ્રકુટી ચડાવી ચંડાળને ગાળો દેવા લાગ્યો. ચંડાળે કહ્યું, મહારાજ! મારા ઉપર કેમ ગુસ્સે થાઓ છે? આમાં જેટલી મારી ભૂલ છે તેટલી જ તમારી ભૂલ છે. તમે જે બરાબર જોઈને ચાલ્યા હોત તો મને અડત નહિ. આથી બ્રાહ્મણ વધારે ગુસ્સે થઈ ગમે તેમ બોલવા લાગ્યો. અલ્યા આંધળા ! મહને અભડાવીને તું મારી ભૂલ કહાડે છે ? અધમ પાપી ! તારી જાતિ જ નીચ છે, તું પોતે પણ નીચ છે, તમારે બધાને સંહાર થવો જોઈએ. આવી રીતે બ્રાહ્મણ ખૂબ જુસ્સાથી અને ગુસ્સાથી બોલવા મંડ્યો, એટલે ચંડાળ કંઇ પણ જવાબ ન દેતાં બ્રાહ્મણની નજીક આવી બ્રાહ્મણને પિતાની બાથમાં લીધે. જાણે કે હેતથી તેને મળતો હોય તેમ પિતાની છાતી સરસ દબાવવા લાગ્યો. બ્રાહ્મણે બૂમરાણ મચાવ્યું, પણ ચંડાળે તો મૌન રહીને મજબૂત રીતે બ્રાહ્મણને પકડી રાખ્યો. માણસોએ છોડવાનું કહ્યું પણ તેણે ન માન્યું. આખર પોલીસના સિપાઈએ અને જમાદાર કે ફોજદાર ત્યાં આવી ચડ્યા, તેમણે બ્રાહ્મણને છોડાવ્યા અને ચંડાળને ધમકી આપી. તેઓ પૂછવા લાગ્યા કે બ્રાહ્મણને તે કેમ પકડ્યો ? ત્યારે ચંડાળે કહ્યું કે એ મહારે ભાઈ છે, તેને હું પ્રેમથી ભેટયો. તેમણે પૂછયું એ બ્રાહ્મણ છે, તું ચંડાળ છે, એ હારે ભાઈ કેમ થાય? તેણે કહ્યું, એના કોઠામાં ગુસ્સ-ક્રોધ છે તે ચંડાળ છે તે મારો ભાઈ થાય. હું જન્મચંડાળ છું, એ ગુણકર્મચંડાળ છે; નહિ તો વગર અપરાધે મહારા ઉપર આટલે ક્રોધ