________________
૨૨૮
ભાવના-શતક રહેવાનો વચલો રસ્તો મહાવીર સ્વામીએ લીધો, તે શ્રેયાશ્રેયનો વિચાર કરીને જ લીધો. અસ્તુ. જમાલી તેથી અટકો નહિ. તમારી આજ્ઞા હેજે, એમ પિતાને મુખે ઉચ્ચારી ૫૦૦ સાધુઓ સાથે ત્યાંથી વિહાર કર્યો. સાવર્થીએ પહોંચ્યા ત્યાં રસ્તામાં થયેલ અરસ નીરસ આહારથી જમાલીને દાહજવર રોગ થઈ આવ્ય, શરીરમાં બળતરાને લીધે અસહ્ય વેદના થવા લાગી. એકદા સુવાની પથારી પાથરવાને પિતાના શિષ્યોને કહ્યું. શિષ્યો પડિલેહણ કરી પથારી પાથરતા હતા, તેટલામાં જમાલીને બેસવાની શક્તિ ન રહેવાથી થોડો વિલંબ પણ અસહ્ય થઈ પડશે, એટલે શિષ્યને પૂછયું કે, કેમ પથારી કરી લીધી ? શિષ્યોએ જવાબ દીધો કે ના, હજી કરી લીધી નથી પણ. કરીએ છીએ. થોડી વારને અંતરે બીજી ત્રીજી વાર પૂછયું તોપણ ઉપરને જ જવાબ મળ્યો, તે ઉપરથી જમાલીનું મન શાસ્ત્રીય વિચાર ઉપર ચડી ગયું કે મહાવીર સ્વામીનો તે એ સિદ્ધાંત છે કે જે કામ કરવા માંડયું તેને કર્યું કહીએ અને આ વર્તમાન વ્યવહારના અનુભવમાં તે તેથી જુદું જણાય છે. પથારી કયારની કરવા માંડી છે તે પણ તેઓ કહે છે કે હજુ કરી લીધી નથી પણ કરીએ છીએ. મહાવીરના સિદ્ધાંત પ્રમાણે તો પથારી કરતી વખતે પણ પથારી કરી એમ બોલવું જોઈએ, પણ તે એ શી રીતે સંભવે ? પથારીના વર્તમાન કાળમાં ભૂતકાળ કેમ વપરાય ? વપરાય તો તેને અર્થ જુદે જ થાય. જે મહાવીરના સિદ્ધાંત પ્રમાણે શિષ્યોએ પથારી પાથરી એમ કહ્યું હેત તો હું ત્યાં જાત અને સુવા માંડત, પણ ત્યાં મારે નિરાશ થવું પડત, કેમકે પથારી તો હજુ ચાલુ જ છે, થઈ રહી નહોતી. ત્યારે સત્ય શું ? વર્તમાન વ્યવહારને અનુભવ સત્ય કે “માણે -(ચિમાઃ કૃતઃ )-કરવા માંડયું તેને કર્યું કહીએ” એ સિદ્ધાંત સત્ય ? સંશય અને શંકાનું બળ વધ્યું. મનની ડોલાયમાન સ્થિતિને પણ ઉલ્લંઘી વિપર્યાસ–વિપરીત જ્ઞાન તરફ તેનું વલણ થયું. મિથ્યાત્વ મોહનીયને પણ સાથે ઉદય થયો. મહાવીરના