________________
આશ્રવ ભાવના
૨૩૧ પદમાંના ત્રણ દષ્ટાંતથી સમજાવ્યું છે. જેમ તંતુ, માટી અને તણુનાં બીજ, વસ્ત્ર ઘટ અને તૃણનાં કારણ છે, તેમ કર્મ બંધનું કારણ મિથ્યાત્વ છે. કાર્યને અટકાવવું હોય તો પ્રથમ કારણનું સ્વરૂપ સમજી તેને અટકાવવાની જરૂર છે. કર્મબંધ અને કર્મની વૃદ્ધિને અટકાવવી હોય તે પ્રથમ મિથ્યાત્વને અટકાવવું જોઈએ. (૫૦)
અત્રતાબવઃ | प्रद्धर्जनैरजिते द्रव्यजाते । प्रपौत्रा यथा स्वत्ववादं वदन्ति ।। भवानन्त्यसंयोजिते पापकार्ये।। विना सुव्रतं नश्यति स्वीयता नो ॥५१॥
આશ્રવનો બીજો ભેદ અગ્રત. અર્થ–જેમ બાપદાદાની મેળવેલી લક્ષ્મી તેના દીકરાના દીકરા કે જેમણે બાપદાદાને જેએલ નથી તેમ તેમની પૈસા મેળવવા ની પ્રવૃત્તિમાં કશો ભાગ લીધે નથી છતાં પણ તેઓને વારસામાં મળે છે, અથવા બાપદાદાની બેંકમાં મૂકેલી લક્ષ્મીનું વ્યાજ તેના વારસદારને મળે છે તેવી રીતે આગળના અનંત ભવને વિષે આ જીવ જે પાપકર્મનાં સાધને યોજીને મૂકી આવ્યો છે, તેની સાથે હમણાં જોકે સાક્ષાત સંબંધ દેખાતો નથી, પણ જ્યાંસુધી તેવાં પાપસ્થાનેને મન, વચન, કાયાથી ત્યાગ કર્યો નથી–અવતને અટકાવી વ્રત ધારણ કર્યો નથી, ત્યાંસુધી પૂર્વનાં અંધકરણની સાથેનો સ્વત્વરૂપ સંબંધ નષ્ટ થતો નથી, જેથી તે પાપની ક્રિયા જીવને લાગે છે. (૫૧).
વિવેચનઆ દુનિયાની મીલકત મેળવનારની પાસે માત્ર આ જીંદગીના છેડા સુધી જ રહે છે, બીજી જીંદગીમાં સાથે આવતી નથી, ત્યારે આ ભવમાં મેળવેલ પાપનાં સાધનોથી થતાં પાપનો