________________
૨૩૩
આશ્રવ ભાવના આત્મામાં પ્રવેશ કરે છે. જ્યાંસુધી ઈચ્છાને નિરોધ કરી તે તે પાપની વિરતિ–નિવૃત્તિ કરવામાં ન આવે ત્યાંસુધી આ અવિરતિરાવી ચાલુ રહે છે. એટલા માટે અવિરતિને અટકાવી વિરતિ થવાની કે વ્રતો આદરવાની જરૂર છે. અણુવ્રત ધારણ કરવાથી દેશથી વિરતિ થાય છે અને મહાવ્રત આદરવાથી સર્વથા વિરતિ થાયઅનંત ભવોનાં પાપનો સૂક્ષ્મ પ્રવાહ સર્વથા અટકી જાય. કોઈક કહે છે કે જ્યાં આપણે જવું નથી કે ગયા નથી, જે હથીયારે આ દેહે આપણે બનાવ્યા નથી અને જેમાં નથી, તેનું પાપ આપણને શી રીતે લાગે? ખરું છે. હમણું આપણે ગયા નથી કે જેમાં નથી, પણ આપણે આત્મા ત્યાં અનતી વાર જઈ આવ્યો છે, જોઈ આવ્યું છે, એટલું જ નહિ, પણ તે વસ્તુઓ પોતે બનાવી મૂકી આવ્યો છે. અવિરતિરૂપ અદશ્ય નળી દ્વારા તેને સંબંધ જ્યાં સુધી આત્મા સાથે રહ્યો છે ત્યાં સુધી પાપ લાગે જ. જેમ કઈ માણસ પિતાનું ધન જમીનમાં દાટી કે બેંકમાં મૂકી મરી ગયે, વચ્ચે ઘણાં વરસે પસાર થઈ ગયાં, પાંચ સાત પેઢીઓ થઈ ગઈ ધન દાટનારને પાંચ સાત પેઢીને એક વાર કોઈ એક માણસ જાહેરમાં આવ્ય, ચેપડા તપાસતાં તપાસતાં લેખ મળી આવ્યો, જેથી તેને ખબર પડી કે અમુક વરસ પહેલાં મારા વડવાએ જમીનમાં ધન દાટયું છે કે બેંકમાં વ્યાજે રાખ્યું છે, જમીન-ધર જેકે બીજાને ત્યાં વેચાઈ ગયું છે તો પણ તે ધન કાયમ રહ્યું હશે, એમ ધારી તેણે ધન મેળવવાની કોશીશ કરી. જમીન ખોદાવી તેના ઉપર પિતાનો હકક સાબીત કરી તેણે તે ધન મેળવ્યું અગર બેંકમાંથી વ્યાજ સહિત પૈસા પાછા મેળવ્યા. મેળવનારે બાપદાદાને જોયા નહોતા પણ તે તેને વંશજ હોવાથી વારસો મળે, તેવી રીતે પાપનાં સાધનો જનાર માણસ ભવાંતરમાં ગયો, સાધને અહિ પડ્યાં રહ્યાં, તેને ઉપયોગ બીજાઓ કરે છે પણ મૂળ યાજકે -જ્યાંસુધી તેની ઈચ્છાને નિરોધ કર્યો નથી કે પચ્ચખાણ કર્યા નથી