________________
આશ્રવ ભાવના,
૩૫ આવ્યો છે તેથી અવ્યક્ત ઈચ્છા–મમતા તે રહેલો જ છે. દિશાઓનું માન બાંધી આરંભની ક્રિયાની હદ ન બાંધી હોય તો અમેરિકાની શોધ થતાં તેની સાથે ગમનાગમન વ્યવહાર થતાં અમેરિકા જવાની અને ત્યાં વ્યાપાર-આરંભ સમારંભ કરવાની વ્યક્ત ઈરછા થઈ આવતાં ત્યાં જવાનું બનવું પણ સંભવિત છે. મુંબઈમાં નળ માર્ગે જે પાણી આવે છે, તે પાણી જ્યાંથી આવે છે, તે ભાગ તો કોઈએ જ જોયા હશે. ઘણાંએ તે તળાવ જોયું હોતું નથી, તોપણ જે તે નળની ચકલી ફેરવે છે, તો તેના વાસણમાં પાણી ભરાવા માંડે છે. જ્યાં સુધી ચકલી ખુલી છે, ત્યાં સુધી પાણીનો પ્રવાહ વાસણમાં પડયા જ કરવાને, ચકલી બંધ કરી કે તે પ્રવાહ અટકી જશે. તેવી રીતે આ જીવે લોકના ઘણાખરા ભાગમાં પાપરૂપ પાણીનાં તળાવો ભરી રાખ્યાં છે. તૃષ્ણ-ઇચ્છારૂપ નળદ્વારા તે પ્રવાહ. અંતઃકરણરૂપ ટાંકીમાં ચાલ્યો આવે છે. અવિરતિરૂપ ચકલી ખુલી હોય ત્યાંસુધી તે પ્રવાહ આત્મારૂપ વાસણમાં ભરાતો જાય છે. વ્રત આદરી ચકલી બંધ કરવામાં આવે તે તરત તે પ્રવાહ આત્મામાં આવતે અટકી જાય. માટે જે વસ્તુને હાલ પરિચય નથી, જે દેશમાં હાલ જતા નથી, તે વસ્તુને અને તે દેશને પણ ભૂતકાળમાં ઘણીવાર પરિચય–સંબંધ થએલ હોવાથી અને ભવિષ્યમાં પણ થવાનો સંભવ હોવાથી, અસંબદ્ધ અને અપરિચિત પ્રદેશની ક્રિયાને પણ નિરોધ કરવા, ઈછા-મમતાને નિરોધ કરવા અને અવિરતિને વારસે અટકાવવા ખાતું બંધ કરવાની માફક પચ્ચખાણ કરવાની આવશ્યકતા છે. (૫૧)
तृतीयाश्रवः प्रमादः । गवाक्षात्समीरो यथाऽऽयाति गेहं । तडागं च तोयप्रवाहः प्रणाल्याः॥