________________
૨૩૪
લાવના-ચાતક, ત્યાંસુધી તેનાં બનાવેલ હથીયારોથી થતાં પાપની ક્રિયાને સૂક્ષ્મ પ્રવાહ અવિરતિદ્વારા તેને વારસારૂપે પહોંચે છે. મીલકતના અને પાપનાં વારસામાં તફાવત એટલો છે કે મિક્તનો વારસ મિત કમાવનારના વંશજને મળે છે, ત્યારે પાપની ક્રિયાને રાવીરૂપ વારસો પાપનાં સાધને યોજનારને પિતાને જ મળે છે. બાપદાદાએ ઉપાડેલ પૈસા કે કરેલું કરજ તેના વારસને ચુકવવું પડે છે. જ્યાં સુધી ખાતું ચાલ્યું હોય ત્યાંસુધી વ્યાજ ભરવું પડે છે. તેમ પૂર્વ ભવમાં જેલ પાપનાં અધિકરણોથી થતી ક્રિયાનું કરજ પિતાને જ ભરવું પડે છે. પચ્ચખાણ કરી અવિરતિનું ખાતું વાળી નાંખવામાં ન આવે ત્યાં સુધી વ્યાજ ચાલું ભરવું પડે. ખાતું વળે તો વ્યાજ બંધ થાય-અવિરતિ ટળે, અને અવિરતિ રોકાય, એટલે કર્મની આવક બંધ થાય. એટલા માટે પચ્ચખાણની જરૂર છે. જે વસ્તુનો આ વખતે ઉપયોગ થતો નથી કે જેની સાથે અત્યારે સંબંધ નથી તેવી વસ્તુને પણ ત્યાગ-ઈચ્છાનિરોધ કરવો અને પચ્ચખાણ કરવાં જરૂરનાં છે, કેમકે જ્યાં સુધી તેના પચ્ચખાણ નથી કરતા ત્યાંસુધી તે વસ્તુ ભોગવવાની આંતરિક વ્યક્ત કે અવ્યક્ત ઇચ્છા મનમાં રહે જ છે. માણસ ઉઘે છે કે કરેફર્મની અસરથી મૂછિત થએલ છે તે વખતે કાંઈ ક્રિયા કરતું નથી કે ઈછા પણ દર્શાવી શકતું નથી, તોપણ તેમાં રહેલી અવ્યક્ત ઇચ્છા જાગૃત થતાં કે ભાનમાં આવતાં પ્રગટી નીકળે છે, ત્યારે તે કામ કરવા લાગે છે. તેમ જે વસ્તુનો હાલ પરિચય નથી પણ કાળાંતરે–ભૂતકાળમાં પરિચય થયો છે તે વસ્તુની ભૂતકાળના વિસ્મરણને લીધે અવ્યક્ત ઈચ્છા રહી છે. પચ્ચખાણ નહિ હોય તે ભવિષ્યમાં તેવી વસ્તુનો પુનઃ પરિચય થતાં અવ્યક્ત ઇચ્છા પ્રકટ થઈ તે કાર્ય કરવાની પરિણતિ થશે. અમેરિકાની જ્યારે શોધ નહોતી થઈ, તેનું નામ પણ જાણવામાં નહોતું, ત્યારે અમેરિકા જવાની કે ત્યાં કંઈ આરંભ સમારંભ કરવાની ઇચ્છા વ્યક્ત હતી. નથી. પણ અગાઉ અનંતી વાર આ જીવ અમેરિકામાં ઉપજી