________________
ભાવના-શતક વારસો પાપનાં સાધન મેળવનારને બીજી જીંદગીમાં પણ મળે છે. દાખલા તરીકે એક માણસે માણસનું ખૂન કરવાને એક તલવાર ખરીદી ઘરમાં રાખી. ત્યારપછી કેટલેક વખતે તે મરી ગયે. તલવારથી બીજા માણસોએ ખૂન કરવાનું કામ જારી રાખ્યું. તલવાર વસાવનારને આત્મા કોઈ બીજી પેનિમાં ઉત્પન્ન થઈ ચૂકયો છે. તેને હમણાં તલવાર વિષે કાંઈ ખબર નથી. જીંદગીનું પરિવર્તન થતાં આંહિની સઘળી હકીકત તે ભૂલી ગયો છે, તે પણ તેની તલવારથી થતાં પાપને હિસ્સો–વારસો તેને પહોંચ્યા કરે છે, કારણકે તેના મનની ઈચ્છા સાથે તલવારને સંબંધ ટુટી ગયો નથી. તલવાર ઉપરનું મમત્વ તેના મનમાંથી ભૂંસાઈ ગયું નથી. તેથી તે તલવાર
જ્યાં સુધી કાયમ રહે અને તેનાથી જ્યાંસુધી ખૂન થયાં કરે ત્યાંસુધી તે પાપનો હિસ્સો મૂળ ખરીદનારને મળ્યા કરવાનો. આ પાપના પ્રવાહરૂ૫ વારસાને અવિરતિ-રાવી કહેવામાં આવે છે. હડકાયાં કુતરાંની લાળની પેઠે અવિરતિ પણ અનેક જન્મની પરંપરાએ છવાત્માને પહોંચી જાય છે. તલવારની માફક આ જીવે એકેક ભવમાં અનેક હથીયારો–પાપનાં સાધનો યોજ્યાં છે. એકેક જીવે આ સંસારમાં અનંત ભવો કર્યો છે. આખા લોકમાં એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં જન્મ મરણ આ જીવે ને કર્યો હોય. અનંતાનંત જન્મમાં દરેક જીવે અનંત પાપનાં સાધનો મેળવ્યાં છે. કોઈ
સ્થળે એકૅકિયાદિકમાં પિતાનું શરીર જ હથીયાર રૂપે બનાવ્યું છે. કોઈ સ્થળે ઝેર, તો કોઈ સ્થળે કાંટા, કોઈ સ્થળે માંછલા પકડવાની જાળ ગુંથી, તે કઈ સ્થળે પશુઓને ફસાવવાના પાશલા રહ્યા, કોઈ સ્થળે કતલ કરવાનાં હથીયારો, તો કોઈ સ્થળે દારૂ માંસની દુકાને ખેલી. આવી રીતે જુદા જુદા અનંત ભવમાં જે જે પાપનાં સાધનો રચ્યાં છે તેને સંબંધ આત્માની સાથે થએલો છે. જેને લીધે તે સાધને રચ્યાં તે વૃત્તિ-ઈચ્છા વ્યક્ત રૂપે કે અવ્યક્ત રૂપે જે કાયમ હોય તો અનંત ભવમાં જેલા પાપને સૂક્ષ્મ પ્રવાહ