________________
આશ્રવ ભાવના
૨૨૯ સિદ્ધાંતનું ખરું રહસ્ય શોધી કહાડવાની વિચારશક્તિ ઉપર મિથ્યાત્વનું આવરણ આવી જવાથી અવળે માગે તેની બુદ્ધિ ચાલો. કુયુક્તિસંબદ્ધ કુબુદ્ધિએ અસત્ય ત ઉત્પન્ન કરી મહાવીરના સિદ્ધાંતને ઉથલાવી પાડી નવીન સિદ્ધાંત શોધવાનો દાવો કરાવ્યો. આ નવીન શોધના વર્ષમાં વેદનાને પણ ભૂલી જઈ જમાલીએ સાધુઓને બૂમ પાડી પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે મહાવીર સ્વામીના સિદ્ધાન્તમાં પણ રહી ગયેલી એક ભૂલ મેં શોધી કહાડી છે, “ વઢમાળે વર્જિા-કનમાળે હે” એ મહાવીરનો સિદ્ધાન્ત જીએ પ્રત્યક્ષ વિરૂદ્ધ જણાય છે. હમણાં જ તમે પથારી કરતા હતા ત્યારે પથારી કરીએ છીએ” એમ કહ્યું પણ “કરી’ એમ ન કહ્યું. ગૌતમસ્વામી વગેરે કોઈને પણ આ સૂક્ષ્મ ભેદની ખબર ન પડી, તેની મને ખબર પડી. મને આજે આ વેદના સહન કરતાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયું. જમાલીના આ શબ્દો સાંભળી કેટલાએક સમજદાર સાધુઓ જમાલીને કહેવા લાગ્યા કે તમારું આ કથન અભિમાનયુક્ત અને ઊંડી સમજણ વિનાનું છે, “રમાણે ઝિણએ સિદ્ધાંત નિશ્ચયનયનો છે, તેને વ્યવહારનયમાં લાગુ પાડવાથી જ ઉપલો ઘેટાળે થાય છે. વણકરે લુગડાંનો એક તાકો તૈયાર કર્યો હોય ત્યારે તેટલું લુગડું વણયાથી લુગડું વણાયું એમ કહી શકાય. વણવાની ક્રિયા જે કે ચાલુ છે, તે ક્રિયા વર્તમાન કાળમાં છે, તે પણ વણાયું તેટલા ભાગની અપેક્ષાએ ભૂતકાળ લાગી ચૂકે. કઈ પણ ક્રિયા અસંખ્યાત સમય વિના સિદ્ધ થતી નથી, તેથી એક ભાગમાં વર્તમાન અને બીજા ભાગમાં ભૂતનો સમાવેશ થવાથી વર્તમાનકાળ અને ભૂતકાળનું સામાનાધિકરણ્ય સંભવિત છે, તેથી હે જમાલી ! તમારે આ વિષયમાં શંકા રાખવી ઉચિત નથી. મહાવીરને અનેકાંત સિદ્ધાંત અબાધિત છે. તમારી મિથ્યા બડાઈ અમારાથી કબુલ થાય તેમ નથી. મિથ્યાત્વ મેહનીયના ઉદયથી સત્ય ભાષણ જમાલીને રૂછ્યું નહિ. અભિમાનની ધૂનમાં પોતાનો કક્કો જ ખરો કહેવડાવવા તેણે