________________
આશ્રવ ભાવના
૨૨૭
·
પહેલા રાખવામાં આવ્યા છે. મિથ્યાત્વ શબ્દ જ મિથ્યાત્વની વ્યાખ્યા કેટલેક અંશે સમજાવે છે, તેથી મૂળ કાવ્યમાં તેની વિશેષ વ્યાખ્યા આપી નથી, પણ એટલું જ સમજાવ્યું છે કે “ कर्ममूलं ૨ મિથ્યાત્વનુમ્ ” અર્થાત્ સર્વ કર્માંબધનું મૂત્ર મિથ્યા કહ્યું છે. મિથ્યાત્વ શબ્દના યૌગિક અ ખાટાપણું ' એવા થાય છે, પણ આંહિ યાગરૂઢ અર્થ વિવક્ષિત છે એટલે ખાટી માન્યતા, ખાટી વાસના, ખાટી શ્રદ્ધા એ અથ આંહિ વિવક્ષિત છે. ખાટી શ્રદ્દા કે ખોટી માન્યતા, મિથ્યાત્વ મેાહનીય નામની એક મેાહનીય કર્મની પ્રકૃતિ છે, તેના ઉદયથી થાય છે. આને લીધે જ અસત્ય તર્કી યુક્તિઓ અને ખાટી શંકાના જન્મ થાય છે. જેમ કાઇને કમળાના રોગ થાય છે ત્યારે તે રાગવાળા માણસ ધેાળી, કાળી, લાલ વગેરે સર્વ વસ્તુઓને પીળા પીળી જુએ છે, તેમ મિથ્યાત્વના ઉદયવાળાને ધર્મના સત્ય સિદ્ધાંતા અસત્ય લાગે છે, તેમાં કુતર્કો કરી ખેાટી શંકાઓ ઉઠાવે છે. સત્યના પાયાને ઉથલાવી નાંખે છે. પેાતે અસત્ય માર્ગે ચાલે છે અને બીજાને અસન્માર્ગે દ્વારે છે. દૃષ્ટાંત—જમાલી સંસાર પક્ષે મહાવીર સ્વામીના જમાઈ થતા હતા, તેણે ઉત્કટ વૈરાગ્યથી ૫૦૦ જણુ સાથે મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. અગીયાર અંગ કે જે જૈન ધર્મનાં મુખ્ય આદ સૂત્રેા છે તેને સારી રીતે અભ્યાસ કરી પેાતાને સાંપાએલા પાંચસ સાધુએ સાથે સાવર્ણી નગરી તરફ વિહાર કરવાના જમાલીએ વિચાર કર્યાં. મહાવીર સ્વામીની અનુજ્ઞા માંગી, ત્યારે મહાવીર સ્વામી માન રહ્યા. હા કે નાના કશા જવાબ વાળ્યા નહિ. બીજી વાર પૂછ્યું તાપણું કઈ જવાબ ન આપ્યા. ત્રીજી વાર પણ જવાબ ન મળ્યા. જવાબ ન વાળવાનું કારણ એ હતું કે મહાવીર સ્વામી તેને વિહાર શ્રેયકારક જાણુતા નહેાતા. વિદ્યારથી અત્રેય થવાનું જાણી, જવાની હા ન પાડી, તેમ જ ના કહેવાથી તેના મનમાં ખાટા વિચાર આવે અથવા આજ્ઞાનું ઉલ્લંધન કરે, એમ જણાયાથી ના ન પાડતાં મૌન