________________
આશ્રવ ભાવના
૨૫
શાસ્ત્રવેત્તાઓએ મિથ્યાત્વ કહ્યું છે. અર્થાત્ આત્મપ્રદેશમાં કને આવવાનાં જે દ્વાર તે આશ્રવ પાંચ છે, તેમાં પહેલે નંબરે મિથ્યાસ્વરૂપ આશ્રવ છે. (૫૦)
વિવેચન—આત્માને તળાવરૂપ માનીએ તા આશ્રવને ગરનાળા –પાણી આવવાના દ્વારરૂપ કહી શકીએ. જો આત્માને એક હવેલીરૂપે પીએ તેા પ્રકાશ અને હવાને આવવા દેનાર ખારી બારણાંને સ્થાને આશ્રવની કલ્પના કરી શકાય, અથવા આત્માના કાણુ શરીરની એક કાઠાર તરીકે કલ્પના કરીએ તેા કાઠારમાં ધાન્ય નાંખવાના દ્વારને આશ્રવનું રૂપ આપી શકીએ. અનાદિ કાળથી આ કાઠારમાં કર્મરૂપ ધાન્યની આવક ચાલુ છે. જેમ કાઠારમાંથી એક તરફ ખાવા પુરતું ધાન્ય કહાડવામાં આવે છે, બીજી તરફ નવુ ધાન્ય નખાતું આવે છે. કાઠાર તે વખતે ખાલી પણ થઈ જાય, કેમકે તેની આવક ચાલુ રહેતી નથી અને જાવક ચાલુ હાય છે; પણુ કાણુ શરીર-કર્માંશયરૂપ કાઠારમાં તે। કની આવક ચાલુ જ રહે છે. વિપાક યાગ્ય કેટલાંએક કર્મી ભાગવાય છે, તેટલી જાવક છે, ત્યારે સાધારણુ રીતે આવક તેથી ઘણી વધારે રહે છે તેથી આ કાહારને ખાલી થવાના વખત આવતા નથી. એવા સંસ્કારી જીવા તા થાડા જ હોય છે કે જેની કમની આવક ઓછી થતાં કમના કાહારને ખાલી થવાના વખત આવી લાગે. હવેલીને બારી બારણાં ધણાં હોય છે, તેમ કામણુ શરોરમાં કર્મને આવવાનાં દ્વાર પણ ઘણાં છે, પણ તેમાં પાંચ દ્વાર મુખ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ જોગ. ઉત્તરાત્તર પાંચ કાવ્યેામાં આ પાંચે દ્વારનું વર્ણન છે, તેમાં પ્રથમ આ કાવ્યમાં કર્મબંધના મુખ્ય કારણ રૂપે મિથ્યાત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. મિથ્યાત્વદ્વાર જ્યાંસુધી ખુલ્લું હોય ત્યાંસુધી બીજા દ્વાર બંધ થતાં નથી. કેમકે મિથ્યાત્વ એ બધામાં મુખ્ય છે. ૧-૨-૩-૪-પ આ આંકડાઓમાં પ્રથમના એકડા મુખ્ય છે; પાંચ આંકડાઓમાં તે
૧૫