________________
૨૧૮
ભાવના–રાતક અમારાં વચન ઉપર ખાત્રી ન હોય તો આપ પરીક્ષા કરી જુઓ. એક સોનાની થાળીમાં પાનની પિચકારી નાંખી ઘડી વાર તેને ઢાંકીને પછી જુઓ, એટલે ખબર પડશે.
- સનત કુમારે તે પ્રમાણે કરી જોયું તે પિચકારીમાં સૂક્ષ્મ જંતુઓ વિચિત્ર રંગનાં ઉત્પન્ન થયેલાં જોવામાં આવ્યાં. તે ઉપરથી ચક્રવર્તીને જણાયું કે મેં રૂપનો ગર્વ કર્યો, તેનું આ પરિણામ આવ્યું. જે રૂ૫ ઉત્કૃષ્ટ સુંદર અદ્વિતીય હતું તે જ્યારે એક ક્ષણમાં બગડી ગયું, એક પળમાં જ્યારે આ શરીર રોગથી વ્યાપ્ત થઈ ગયું, ત્યારે આ શરીર ઉપર શું આધાર રાખવો ? ધિક્કાર હો આ શરીરના સૌંદર્યને, તેમ ધિક્કાર છે આ શરીર ઉપર થતા મોહને અને ધિક્કાર હો આ રાજ્યસંપત્તિને, કે જે એક ક્ષણમાં વિનાશ પામે છે! આ પ્રસંગના વૈરાગ્યથી ચક્રવર્તીએ સંસારનો ત્યાગ કર્યો. દીક્ષા અંગીકાર કર્યા પછી રાણીઓ, કારભારીઓ, અમીર, ઉમરાવો સંસારમાં પાછા લાવવાની લાલસાથી સનસ્કુમારની પછવાડે છ માસ સુધી ફર્યા, પણ તેમણે તેમની હામે પણ જોયું નહિ. અંતે નિરાશ થઈને સઘળાં પાછાં ફર્યા અને સનકુમાર મુનિ રોગોની વેદના શાંત ભાવથી સહન કરતા તપસ્યા કરવા લાગ્યા. સાતસો વરસ સુધી રોગોના આવિર્ભાવમાં તેમણે તપસ્યા કરી, તેથી આમપષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલ્લૌષધિ, સવૌષધિ વગેરે લબ્ધિઓ ઉત્પન્ન થઈ. એકદા પુનઃ ઈદ્ર મહારાજે તેની ધીરજ અને સહનશીલતાનાં વખાણ કર્યા. પહેલા બે દેવતાઓ ઈદની સંમતિ લઈ સનસ્કુમારની ધીરજની પરીક્ષા કરવા વૈદ્યને રૂપે સનકુમાર મુનિ જ્યાં તપ કરે છે તે વનમાં આવ્યા. સનકુમાર મુનિની આસપાસ આંટા ફેરા. દેવા લાગ્યા. મુનિએ પૂછયું, કેમ તમે આંહિ ભ્રમણ કરે છે ? વૈદ્યોએ કહ્યું, અમે વૈધ છીએ. અમારી પાસે દરેક જાતની દવા છે. તમારા શરીરમાં આટલા બધા રોગો છે તો તેની દવા કરાવે