________________
૨૧૬
ભાવના-શતક
અત્રે આવ્યા છે? વૃદ્ધ બોલ્યાઃ અમે દૂર દેશના રહેવાસી છીએ. રસ્તામાં ચાલતાં ૫ગરખાંની જોડો ઘસાઈ ગઈ તેના કકડાની આ પિટલીઓ બાંધી છે, તે ઉપરથી આપ અનુમાન કરે કે અમે કેટલે દૂરથી આવીએ છીએ. એટલે દૂરથી આંહિ આવવાનું કારણ બીજું કાંઈ નહિ પણ માત્ર આપનું રૂપ જ છે. સાહેબ ! આપનું એટલું ઉત્કટ રૂપ છે કે અમારા દેશમાં આપના રૂ૫ની થતી પ્રશંસા અમાએ સાંભળી, પણ અમને પ્રશંસાના તે શબ્દો ઉપર પૂરેપૂરો વિશ્વાસ ન બેઠે. પ્રશંસકને પ્રશસ્યની સાથેનો પૂર્વ સંબંધ કલ્પી અમે તે શબ્દોને અતિશયોક્તિ માનવા લાગ્યા. તેથી નજરોનજર જોઇને ખાત્રી કરવા અમો અમારા દેશથી નિકળી આંહિ આવ્યા. આપનું રૂપ જોયું તે અમને ખાત્રી થઈ કે જેવી પ્રશંસા સાંભળી તેવું જ તમારું રૂપ છે. તેવી જ સુંદર આકૃતિ છે. તેવી જ મનોહર છબી છે. તેવું જ જોનારની આંખોને આંજી નાંખનારૂં લલાટનું તેજ છે. તેવાં જ ગુલાબી ગાલ છે, અને આખા જગતના લાવણ્યને સંગ્રહી રાખનાર તેવું જ આપનું મનોહર મુખકમળ છે. આ પ્રશંસા સાંભળી ચક્રવર્તીના મનમાં ગર્વને અંકુશ ઉત્પન્ન થયે કે આટલે દૂર પણ મારા રૂપની પ્રશંસા થઈ રહી છે, તો ખરેખર મારૂ રૂ૫ ઉત્કૃષ્ટ છે. ગર્વને આવેશમાં તેણે કહ્યું કે, અરે પરદેશીઓ! તમો આ વખતે મારૂં રૂપ જોઈને શું આશ્ચર્ય પામે છે ? હજુ તે મેં હમણાં જ મર્દન કરાવ્યું છે તેથી શરીર ખેળ ભર્યું છે, સ્નાન કર્યું નથી, સારાં વસ્ત્રો આભૂષણે પહેર્યો નથી. અત્યારે જોવામાં શું મજા આવે ? ખરેખરૂં રૂપ જોવું હોય તો જયારે સ્નાન મજજન કરી વસ્ત્રો આભૂષણે પહેરી રાજસભામાં સિંહાસન ઉપર બેસું ત્યારે ત્યાં આવીને મારા રૂપની ખૂબી જુઓ. હું ધારું છું કે તે વખતે તો તમે ચકિત થઈ જશે. પરદેશીઓએ કહ્યું, બહુ સારૂં. વખત પર રાજસભામાં અમે હાજર થઈશું, પણ આપના માણસે ત્યાં આવતાં અમને અટકાવે નહિ તેવી ભલામણ કરાવશે. એટલું કહી પરદેશીઓ ત્યાંથી