________________
અશુચિ ભાવના.
૨૧૫ ત્યારે રોગો ૬૧૨૫૦૦૦૦ છે. જરા શરીરને ધીમે ધીમે ઘસાવે છે ત્યારે પ્રચંડ રોગો એકદમ શરીરનું સત્ત્વ ચુસી લે છે. ખરી રીતે જરા અને રોગો બંને શરીર અને શરીર સૌન્દર્યને વિનાશ કરનાર છે. જ્યારે રોગોનો પ્રકોપ થાય છે ત્યારે તેની હામે રાજ્ય સંપત્તિ, સૈન્યબળ, હેટા વૈદ્યો અને હકીમની હાજરી, રૂપ કે બળ, કોઈ પણ રક્ષણ કરી શકતું નથી. ચોથા સનકુમાર ચક્રવર્તીનું શરીરસૌંદર્ય અનુપમ હતું પણ તે રોગોથી કેવી રીતે વિશીર્ણક્ષીણ થઈ ગયું?
દષ્ટાંત–ભરતક્ષેત્રના બાર ચક્રવર્તીઓ પૈકી ચોથા ચક્રવર્તી સનકુમારની રાજધાની કુરૂજંગલ દેશમાંના હસ્તિનાપુરમાં હતી. પૂર્વના પુણ્યોદયથી તેનું શરીર એવું તો સુંદર અને રમણીય હતું કે તેના વર્ણન માટે લેખકની લેખિની સમર્થ નથી, વક્તાની, છહવામાં તેટલું બળ નથી કે તેના સૌંદર્યનું યથાવત ખ્યાન કરી શકે, ચિતારાની પીંછીમાં તેટલું સામર્થ્ય નથી કે તેનું લાવણ્ય પૂરેપૂરું આલેખી શકે; કિંબહુના શકેંદ્ર સુધર્મસભામાં તેના રૂપની અત્યન્ત પ્રશંસા કરી કે મનુષ્ય લાકમાં માણસે ઘણું થયા અને થશે, પણ સનકુમાર ચક્રવર્તાના જેવું રૂ૫ તો ભૂતો ન ભવિષ્યતિ–થયું નથી અને થશે નહિ. સભામાંના બે દેવતાઓને આ અતિશયોક્તિ લાગી. શકેંદ્રનો પૂર્વ ભવનો તે સંબંધી હશે, તેથી તેનાં વખાણ કરે છે એમ તેમને જણાયું. આ વાત શકેંદ્રના જાણવામાં આવવાથી તે બે દેવતાઓને શકેંદ્ર સંમતિ આપી કે જે તમને ખાત્રી ન આવતી હોય તો જાઓ, નજરે તપાસી જુઓ અને ખાત્રી કરો કે હું કહું છું તેવું રૂપ છે કે નહિ ? તથાસ્તુ, એમ કહી બે દેવો ત્યાંથી ભારતઅંડમાં આવ્યા. વૃદ્ધ મનુષ્યનું રૂપ ધારણ કરી નગરીમાં પ્રવેશ કર્યો. ચક્રવર્તીની સંમતિથી દરવાને તે બે જણને રાજમહેલમાં જવા દીધા. ચક્રવર્તીની સન્મુખ ઉભા રહી ઘણું પ્રેમથી શરીર સૌંદર્ય જેવા લાગ્યા. ચક્રવર્તીએ પૂછયું કે તમે ક્યાંના રહીશ છે? શા હેતુથી