________________
૨૨૦
લાવના-શતક
- છઠી ભાવનાને ઉપસંહાર. અર્થ–હે ભદ્ર! નિઃસાર-તુચ્છ પદાર્થોથી ભરેલા આ શરીરને નિત્વ અને તુચ્છ જાણું તેના ઉપરનો અંધ પ્રેમ-મેહ છોડી વિષયભોગની વાસનાને કમી કરી અથવા જડમૂળથી ઉખેડી નાંખી માનવદેહમાંથી આત્મય અને મેક્ષપ્રાપ્તિરૂપ ઉત્તમ લાભ મેળવવાને જ્ઞાની પુરુષોએ બતાવેલ જ્ઞાન, ધ્યાન અને તમય ઉત્તમ ધર્મ સેવ, કે જેથી કર્મબંધને તૂટે અને ભવભ્રમણ છૂટે. (૪૯)
વિવેચન-ભગવતી સૂત્રના નવમા શતકના ૩૩ મા ઉદ્દેશામાં જમાલી ક્ષત્રિય કુમાર પિતાની માતા આગળ શરીરનું વર્ણન કરતાં
एवं खलु अम्मयाओ माणुस्सगं सरीरं दुखाययणं विविहवाहि सयसंनिकेयं अठिकठियं छिराएहारु जालउवणद्वसंपिणद्धं मट्टियभंडं व दुब्बलं असुइसंकिलिठ्ठ अणिविय सव्वकालसंठप्पयं जराकुणिम जजरघरं च सडण'पङणविद्धंसणधम्म पुग्वि वा पछा वा अवस्सं विप्पजहियव्वं भविस्सइ ॥
અર્થ–હે માતા ! મનુષ્યનું શરીર દુઃખનું સ્થાન છે, હજારો વ્યાધિઓ ઉપજવાની ભૂમિ છે, હાડકાંરૂપ કાષ્ટને આધારે ટકે છે, નાડીઓ અને નસેથી વિંટાયેલું છે, માટીના કાચા વાસણ જેવું દુર્બલ છે, અશચિમય–અપવિત્ર પદાર્થોથી ભરેલું છે, સર્વદા અનવસ્થિત છે, જરા અને મૃત્યુનું જર્જરિત ઘર છે, સડવાને, પડવાને અને વિધ્વંસ પામવાને જેને સ્વભાવ છે, પહેલાં કે પછી અવશ્ય એક વાર છુટવાનું છે. ઉપરના વાક્યમાં શરીરની આંતરિક સ્થિતિને ખરો ચિતાર આપ્યો છે. નિઃસાર-તુચ્છ અને અપવિત્ર પદાર્થોથી ભરેલા આ શરીરમાં કસ્તુરી, કેસર, ચંદન, અર્ગજા જેવા સુગંધિ પદાર્થો નથી, તેમજ સુવર્ણ, મોતી, માણેક, લીલમ અને પાના જેવા દેખાવડા સુંદર પદાર્થો પણ નથી; કિન્તુ, હાડ, માંસ વગેરે અસાર અને અપવિત્ર પદાર્થો ભર્યા છે. તેની વચ્ચે આત્માને નિવાસ કરવો