________________
અશુચિ ભાવના
૨૧૯ અમે પિસાના લાલચુ નથી. પરોપકાર અર્થે મફત દવા કરીએ છીએ, તેથી કોઈ રીતે તમારા મનમાં શંકા ન રાખતાં અમારી પાસે દવા કરાવો. સનકુમાર મુનિએ કહ્યું, અહો ! વૈદ્યો, તમે કયા દર્દની દવા કરો છો ? આંતરિક દર્દોની કે બાહ્ય દર્દીની ? શરીરનાં દર્દીની કે આત્માનાં દર્દોની ? વૈદ્યોએ કહ્યું, શરીરનાં દર્દોની–બાહ્ય દર્દીની. મુનિએ કહ્યું કે તે દર્દો મટાડવાં તે બહુ સહેલાં છે. જુઓ આ થુંકથી પણ તે મટી શકે છે. એમ કહી પિતાનું થુંક લઈ શરીરના એક ભાગ ઉપર ચોપડયું કે તે ભાગ સુવર્ણવરણે થઈ ગયે. હે વૈદ્યો ! શરીરનાં દર્દો કરતાં આત્માનાં દર્દો મટાડવાં મુશ્કેલ છે, કારણ કે તે ઘણું વખતથી વળગેલાં છે અને બહુ હેરાન કરે છે. તે દર્દી-જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો મટાડવાની દવા તમારી પાસે હેય તે આપ, હું તેનું સેવન કરું. વૈદ્યોએ કહ્યું, તે રોગ તે અમને પણ પડે છે, તેની દવા અમારી પાસે નથી. એટલું કહી મુનિની પ્રશંસા કરી, ધીરજનાં વખાણ કરી ચાલ્યા ગયા. સનકુમાર મુનિ ઘણું વરસ સુધી સંયમને આરાધી એક માસને સંથારો કરી કેવળ જ્ઞાન પામી સમાધિ પરિણામે કાળધર્મ પામી ક્ષે ગયા. આ દષ્ટાંત ઉપરથી શરીરની નશ્વરતા અને રોગગ્રસ્તતા જણાય છે. આ ક્ષણભંગુર શરીરમાંથી પણ સનસ્કુમારે જેમ સાર ખેંચે, તેમ શરીર ઉપર મોહ ન રાખતાં પરોપકાર, વ્રત, નિયમ, તપ, જપ કરી તેમાંથી સાર ખેંચે. (૪૮)
षष्ठभावनाया उपसंहारः। ज्ञात्वा गर्दा फल्गुपदार्थाचितकायं । मुक्त्वा मोहं तद्विषयं भोगनिकायम् ।। लन्धुं लाभं मानवतन्वा कुरु कामं । धर्म ज्ञानध्यानतपस्यामयमर्हम् ॥४९॥