________________
અશ્િચ ભાવના
૨૧૭
રાજાએ દર્શાવેલે ઉતારે ગયા. આજે પરદેશી માણુસા રૂપ જોવા આવવાના છે માટે સરસ શૃંગાર સસ્તું, એમ ધારો ચક્રવર્તી સારામાં સારા પોશાક અને ઉંચામાં ઊંચાં આભૂષણા પહેરી રાજસભામાં આવી સિંહાસનપર આરૂઢ થયા. એક માણસે ઉપર છત્ર ધારણ કર્યું છે. એ બાજુએ એ માણસા ચામર ઢાળે છે. ક્રમસર લાઇનબંધ બીજા રાજાઓ, અમાત્ય, મંત્રી, અમલદ્દારા, શેઠ સાહુકારાથી સલા ચિકાર ભરાઈ ગઈ છે. એટલામાં પેલા પરદેશીઓ આવી પુણ્યા. ચક્રવર્તીની નજીકમાં તેમને બેસાડવાની તરત ગાઠવણુ થઈ. તેઓ સન્મુખ રહી બારીકાઇથી આંતિરક શરીર સૌંદય તપાસવા લાગ્યા, તે તેમને અવનવા ફેરફાર થએલે માલમ પડયો. આટલા વખતમાં આટલા બધા કૅમ ફેરફાર થયા? આશ્ચય થી તેઓએ માથું ધુણાવ્યું.
ચક્રવર્તી—મ પરદેશીએ ! કહા કે આ સમયે કેવું રૂપ
પરદેશીઓ—તે વખતના રૂપમાં અને આ વખતના રૂપમાં તા મેરૂ સરસવ જેટલેા તાવત છે.
ચક્રવર્તી—એમાં શું નવાઈ ? તે વખતની શરીરની સ્થિતિ અને આ વખતની શરીરની સ્થિતિમાં પણ ઘણા જ ફેર છે.
પરદેશી—અરે સાહેબ! અમે કહીએ છીએ તેથી ઉલટું આપ સમજ્યા. તે વખતનું રૂપ તે ઘણું જ સારૂં હતું. આ વખતે તેવું સારૂં રૂપ નથી.
ચક્રવર્તી—કેમ, આ રૂપના વિસ્મયમાં તમારી બુદ્ધિભ્રમિત થઈ ગઈ છે !
પરદેશી—નહિ સાહેબ નહિ ! અમારી બુદ્ધિ બરાબર ઠેકાણે છે. તે વખતે તમારૂં શરીર નીરાગી હતું, બહાર અને અંદર અત્યંત સુંદર હતું, પણ આ વખતે બદલાઈ ગયું. માત્ર બહારથી જ સુંદર લાગે છે પણ અંદરખાને બગડી ગયું છે. સમકાલે એકીસાથે મ્હોટા સાળ રાગા તમારા શરીરમાં ઉત્પન્ન થઇ ચૂક્યા. આપને