________________
૨૧૨
ભાવના-શતકતેનાથી આખા શરીરની ચામડી ખરાબ થઈ જાય છે. ફેલ્લા થઈ આવે છે, તે પાકે છે અને તેમાંથી પરૂ નીકળે છે. કીડીયારું કે ગંભીર જેવાં દરદો થાય છે તો શરીરના તે ભાગને પછી તે ચામડી હોય કે હાડ હેય પણ તેને સડાવી નાંખે છે; આખર કાંતો તે ભાગ કાપવો પડે છે અને કાંતો આખા શરીરને તેથી નાશ થાય છે. પાઠાં, ભગંદર, હરસ વગેરે રોગો પણ શરીરની તેવી જ ક્ષતિ કરે છે. સોજા થાય છે ત્યારે દેખાવ તદ્દન બદલાઈ જાય છે. આ સિવાય આંખ, કાન, નાક, ગળું, ફેફસાં, લીવર, આંતરડાં, ગર્ભ, મૂત્રાશય, ગુદા વગેરે અવયનાં અનેક દરદ છે કે જે, તે તે અવયવને નાશ કરવાની સાથે શરીરનું સ્વરૂપ બદલાવી નાંખે છે અને વખતે ઈદગીને અંત આણે છે. દમ, ક્ષય જેવા છંદગીનાં જીવલેણ દરદે પ્રગટ થાય છે, ત્યારે સુંદરમાં સુંદર અને પુષ્ટમાં પુષ્ટ શરીર પણ ક્ષીણ થઈ જાય છે. આવા અનેક રેગે આ શરીરમાં ભર્યા છે. આખા શરીરમાં સાડા ત્રણ કરોડ રોમરાય છે અને એકેક રામરાયે પણ બબે રોગની સત્તા છે. સહજ નિમિત્ત મળતાં આ રેગે પૈકી અમુક રાગ ઉદ્ભવી નીકળે છે ત્યારે કાંઈ વાર લાગતી નથી, એટલું જ નહિ પણ જ્યારે જરા અવસ્થા આવે છે ત્યારે વગર રગે શરીરની સ્થિતિ બદલાઈ જાય છે, તેમાં વળી રોગો પ્રગટે ત્યારે તો પૂછવું જ શું? ખરું જ કહ્યું છે કે,
व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती । रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् ॥ आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो ।
लोकास्तथापि विषयान परित्यजन्ति ॥ १ ॥ અર્થ-વાઘણની પેઠે તર્જના કરતી જરા અવસ્થા ખડ થાય છે. શત્રુઓની પેઠે રેગે શરીરને પ્રહાર માર્યો કરે છે. તળા માં છિદ્રવાળા ઘડામાંથી પાણીની માફક ક્ષણે ક્ષણે આયુષ્ય ઝરત રહે છે. આવી સ્થિતિમાં શરીરને ટકાવ કયાં સુધી થઈ શકે તે