________________
૨૧૦
ભાવના શતક
અની અને ગળામાં થઈ જઠરમાં પહોંચી એટલે ા મને તદ્ન ઉતારી નાંખવામાં આવી. અરેરે ! આજે એક દિવસ-રે એક દિવસ પણ પૂરા નહિ, માત્ર ચાર આઠ કલાક મેં માણસની સાબત કરી તેમાં મારૂં સ્વરૂપ તદ્દન બદલાઈ ગયું. કાલે હું પવિત્ર ગણાતી હતી, તે જ હું આજે અપવિત્ર થઈ, કાલે સુગંધ આપનારી હું હતી, તે આજે દુર્ગંધ આપનારી થઈ, કાલે મારા દેખાવ ઘણા જ સુંદર હતા, તેના આજે ખરાબ દેખાવ થઈ ગયા. કાલે માણસા હાંસે હાંસે મને લેતા અને મેાઢામાં નાંખતા, તેને બદલે આજે મારા સ્પર્શીથી લાકા અભડાય છે—અપવિત્ર થાય છે ! હતુ હારી ! ! મારી આ દશા લાવનાર કાણુ ? માણસનું શરીર કે બીજું કાઈ ? મેં જ્યારે માણસના શરીરનું પેષણ કર્યું ત્યારે શરીરે તેના બદલામાં મારૂં સ્વરૂપ બગાડી નાંખ્યું. ત્યારે કહેા હવે ખરાબ કાણુ ? હું ખરાબ કે શરીર ખરાખ? શરીરને હું બગાડું છું કે મને શરીર બગાડે છે? આટલું મેલી મહાત્મા અટકયા. જરી વિચાર કરી લેાકાને પૂછવા લાગ્યા કે ખાલે ભાઈ ! ખરાબ કાણુ ? સૌ મેલ્યા કે ‘ શરીર. ’ મહાત્માએ કહ્યું, ભાઇ ! ત્યારે આટલેા બધા કજીયેા શાને ? જે વિદ્યાના છાંટાએ આ જંગ મચાવ્યા છે તેને અનાવનાર તેા આ શરીર જ છે. વળી શરીરમાં તે હંમેશ ભરી રહે છે. વસ્ત્ર ઉપર પડેલ છાંટા તા પાણીથી સાફ થઈ જશે, પણ અંદર ભરેલ તા કાઈ રીતે સાફ પણ નહિ થાય. ભાઇ ! આવા નિર્જીવ કારણથી ભ્રાતૃભાવ અને ઐક્યને તાડનારા આવા કછુઆ કરેા નહિ. એટલું કહી મહાત્મા રસ્તે પડયા. કજીએ શાંત થયા અને લેાકા સૌ સૌન ઠેકાણે ગયા.
આ દૃષ્ટાંતથી જઠરનું કેવું સ્વરૂપ છે અને તેના સંગથી પવિત્ર વસ્તુઓ પણ કેવી અપવિત્ર બની જાય છે તે સારી પેઠે સમજાયું હશે. કવિ સુંદરદાસે એક સવૈયામાં શરીરના ખરા ચિતાર આપ્યા છે.