________________
૨૦૮.
લાવના-શતક ભયભીત થશે. હાડકાંના ખાડા પૂરનાર માંસ પણ તેવી જ અપવિત્ર વસ્તુ છે. જ્યારે કેઈ માણસના શરીરના અમુક ભાગમાં ચામડી બળી ગઈ હોય કે ચડી ગઈ હોય કે ઓપરેશન કરાવ્યું હોય, ત્યારે ચામડી વિનાના ભાગમાં માંસને જે ભયંકર દેખાવ થાય છે તેથી ઘણું માણસેને ચિતરી ચડી આવે છે અને વખતે મૂછ ખાઈ પડી જાય છે. સ્નાયુ, ચરબી, નસે અને ચામડી પણ તેવી જ અપવિત્ર છે. વિષ્ઠા અને પેસાબ જેવા અપવિત્ર પદાર્થોની ઉત્પત્તિ અને સંચય આ શરીરમાં જ થાય છે. જેને ડાઘ વસ્ત્ર ઉપર પડતાં કિસ્મતી વસ્ત્ર ખરાબ થઈ જાય છે તેવું લોહી આ શરીરના દરેક ભાગમાં ફર્યા કરે છે અને તેનાથી જ પિષણ થાય છે. આ લેહી કોઈ ઠેકાણે પાકે છે, ત્યારે તેનું પરૂ થાય છે કે જે અપવિત્ર ગણાય. છે. પવિત્રમાં પવિત્ર માણસનું મુખ મનાય છે તો તેમાં થુંક અને લાળ ઉત્પન્ન થાય છે અને વહ્યા કરે છે. જેનાથી ખોરાક ચાવવાનું હોય છે તે દાંત પણ હાડકાંના જ બનેલા છે. બોલવાનું યંત્ર જે જીભ તે તે માંસનો લાગે છે. પ્રકાશ આવવાની બારી જે આંખ તેમાં ચીકણું પાણી અને પીયા ભરાય છે તેથી મલિન દેખાય છે. સંધવાની બારીમાંથી લીંટ અને ચીકણે પદાર્થ નીકળે છે. સાંભળવાની બારી કાનમાંથી પણ મેલ નીકળે છે. કોઈને છાલી થાય છે ત્યારે તેમાંથી ગંધ મારતું પરું નીકળે છે. શરીરના દરેક ભાગમાંથી પસીને કે જે ચીકણું પાણી જેવો દુર્ગન્ધવાળે અને મલીન હેય છે તે રાત દિવસ નીકળ્યા કરે છે. આ શરીર જેમાંથી ઉત્પન્ન થયું તે પદાર્થો શોણિતલોહી અને શુક્ર–વીય છે, અને તે જ શરૂઆતને આહાર ગર્ભમાં લેવામાં આવે છે. એ બંને પદાર્થો અસ્વચ્છ અને ઘત્પાદક છે. જ્યાં ખોરાકનો સંગ્રહ થાય છે તેવા કોઠાર રૂપ જારની સ્થિતિ એવી ભયંકર છે કે તેને સંગ થતાં વેંત જ સારામાં સારું ભોજન બગડી જાય છે. દુધપાક જેવું ઉત્તમ ભોજન જઠરમાં જઈ ઉલટીરૂપે તરત બહાર આવે છે ત્યારે તેની ગંધ અને તો