________________
૨૦૬
ભાવના-શતકછે. શરીરના કોઈ પણ માળમાં આ દરવાજા પસાર કર્યા સિવાય જઈ શકાતું નથી. વળી તે માળના ઉપલા ભાગમાં–મગજમાં આત્માની હેડ ઓફીસ છે, તેમજ એક ટેલીગ્રાફ ઓફીસ પણ છે. જ્ઞાનતંતુરૂપ તારનાં દોરડાંઓ શરીરના દરેક ભાગમાં ફેલાએલા છે. શરીરના કોઈ પણ ભાગમાં કંઈ સ્પર્શ થાય તેને પ્રથમ સંદેશે આ ઓફીસમાં પહોંચે છે. તેમજ કાન રૂ૫ બારીમાંથી શબ્દો, આંખ દ્વારા રૂપ, નાક દ્વારા ગંધ આવે છે તેને પણ પ્રથમ સંદેશો મગજની તાર ઓફિસમાં ઉતરે છે, કારણ કે દરેક બારી બારણાના જ્ઞાનતંતુ રૂ૫ તાર સાથે મગજના તારનો સંબંધ છે. આ બધા સંદેશાઓ મનરૂપી તાર માસ્તર બુદ્ધિ મારફત આત્માને પહોંચાડે છે. બુદ્ધિ બે પ્રકારની હોય છે. સ્વચ્છ અને અસ્વચ્છ, વ્યક્તિ અને અવ્યક્ત, નિશ્ચય અને સંશય, સત્ય અને અસત્ય, તેમાં અસ્વછ અવ્યક્ત કે સંશયાત્મક બુદ્ધિ હોય તે સંદેશો બરાબર આત્માને પહોંચતો નથી. ખરાબ કાગળ ઉપર પેન્સીલથી લખાએલા ખરાબ અક્ષરોની માફક તે સંદેશ વાંચી શકાતા નથી. જે અસત્ય બુદ્ધિ હોય તે ઉલટું સમજાવે છે, હાય તેના કરતાં જુદા રૂપમાં જ તે સંદેશો વંચાવે છે. તેથી આત્મા ઉલટે માર્ગે ચાલે છે અને દુઃખી થાય છે. કદાચ સ્વચ્છ, વ્યક્ત, નિશ્ચયાત્મક અને સત્ય બુદ્ધિ હોય તો યથાર્થ-સત્ય ભાન કરાવે છે, તેથી આત્માને સંતોષની સાથે શાંતિ પ્રાપ્ત થાય છે. અસ્તુ. આ ઘરની આપણે એક બાજુ જોઈ. બીજી બાજુનું પણ નિરીક્ષણ કરીએ. આ ઘરની અંદર એક મેહરૂપ ચંડાલ અને વાસના રૂપ ચંડાલણી રહે છે. ક્રોધ, માન, માયા અને લોભારૂપ ચાર તેના દીકરા છે. તે મહાદુષ્ટ છે. એ ચંડાલ ચોકડી તરીકે ઓળખાય છે. તે આત્માની જ્ઞાન અને ચારિત્ર્ય સંપત્તિને નષ્ટ કરે છે. વળી તેમાં ઇન્દ્રિયો કે વિષયરૂપ પશુઓ છે. તે સગુણ કે સદબુદ્ધિના પાકને ઘણું નુકસાન પહોંચાડે છે. અવિવેકરૂપી એક સિંહ પણ તેમાં રહે છે. તે વિવેકરૂપ હાથીને મારી નાંખવા ઉપરાંત આત્માને અનેક