________________
અશ્િચ ભાવના.
૨૦૯
દેખાવ કાઈને પણ ગમે છે? નહિ જ. આ પ્રસંગે એક દૃષ્ટાંત યાદ આવે છે.
દૃષ્ટાંત—એકદા એક લત્તામાં કાઈ ગૃહસ્થે માળ ઉપરથી કંઈક વિષ્ટા જેવી ચીજ ફેંકી. નીચે જનાર રાહદારીના વસ્ત્ર ઉપર તેના કંઈક છાંટા પડવા, તેથી રાહદારી ગુસ્સે થઈ તેને ગાળા દેવા લાગ્યા. સામા ગૃહસ્થે પણ પેાતાની ભૂલ હોવા છતાં તેની સાથે તકરાર કરવા માંડી. અનૈના ઝગડા જામતાં રસ્તે ચાલતાં અને પાશમાં રહેતાં માણસાનું ટાળુ* કજીઆની મજા લેવાને એકત્ર થયું. એટલામાં એક મહાત્મા ત્યાં નિકળી આવ્યા. તેમણે ઝગડાનું કારણ પૂછ્યું. એક પ્રેક્ષકે તેનું કારણ વિષ્ઠાનું પડવું જણાવ્યું. તે મહાત્મા ટાળા વચ્ચે થતે આગળ આવ્યા. બંને જણુને શાંત પાડી લેાકાના આશ્ચય વચ્ચે મેલ્યા કે, ભાઈ એ ! આ વિષ્ટા મારી પાસે જે અરજ ગુજારે છે તે જરી ધ્યાન દઈ સાંભળેા. સધળા માણસા આ વિચિત્ર અરજ સાંભળવાને એકચિત્ત થયા એટલે મહાત્મા મેલ્યા કે ભાઈ ઓ ! આ વિષ્ટા એમ કહે છે કે ગઈ કાલે હું કદાઈની દુકાને બેઠી હતી, ત્યારે ઘણા માણસે મારી તરફ તાકી તાકીને જોતા હતા અને લેવાની તથા ખાવાની ઈચ્છા રાખતા હતા. પૈસા ખર્ચીને મને લેવાની માંગણી કરતા હતા, એટલી બધી મારી કિમ્મત હતી. જ્યારે કદાઈના હાથમાંથી ગૃહસ્થના હાથમાં આવી ત્યારે પણ મારી કિમ્મત હતી, કેમકે મને એક સારા ખુમચામાં રાખવામાં આવી હતી. આંહિ હું એટલી સુરક્ષિત હતી કે કોઈ ખરાબ માણુસની મારા ઉપર નજર પડતી નહિ તેમ સ્પર્શ થવા પામતા નહિ. ત્યારપછી મેમાનાની મીજમાનીમાં મારા ઉપયાગ થયા ત્યારે પણ સેાના રૂપાના વાસણમાં હું ખીરાજમાન થઈ હતી. આંહિ સુધી તે મારા દરજ્જો બરાબર સચવાયા, પણ જ્યારે વાસણમાં ગયા પછી માણસાએ મને હાથમાં લઈ માઢામાં નાંખી ત્યારથી મારી કિમ્મત ઘટવા લાગી. હાડકાંના દાંત વચ્ચે ચવાઈ એટલે તા હું ક્રિમ્મત વગરની
૧૪