________________
અશુચિ ભાવના.
રશ
| ( સ ) હાડકે પિંજર ચામ મઢયે પુનિ માંહિ ભર્યા મલ મૂત્ર વિકારા; શુંક ૩ લાલ વહે મુખમેં પુનિ વ્યાધિ વહે નવ બારહિ દ્વારા; માંસકી જીભસેં ખાત સબે દિન તા મતિમાન કરે ન વિચારા; એસે શરીરમેં પેઠકે સુંદર કૈસે હિ કજીયે શૌચ આચારા. છે ૧
ગમે તેવું કિસ્મતીમાં કિસ્મતી વસ્ત્ર નવામાં નવું હેય, પણ તે એક વાર શરીર ઉપર ધારણ કરવામાં આવ્યું કે તેની કિસ્મત ઘટી જાય છે. કબાટમાં બાર માસ સુધી પડયું હોય તો તે બગડતું નથી પણ શરીર ઉપર એક વાર પહેરાયું કે તેની નવાં વસ્ત્ર તરીકેની કિસ્મત કઈ નહિ આપે. આ તે રોગરહિત સ્વાભાવિક શરીરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. નીરોગી અવસ્થામાં સ્વભાવતઃ તેની આટલી અપવિત્રતા છે, તો રોગવાળી સ્થિતિમાં તે આના કરતાં પણ વધારે અપવિત્રતા થાય છે. જઠરમાં જે પાચનશક્તિ કંઈક મંદ થાય છે તો ખોરાક તેમાં વધારે બગડે છે. જેમ સડેલું ધાન્ય ગંધ મારે છે, તેમ જઠરમાં સડેલો ખેરાક દુર્ગધ મારે છે. કરમીયાં શરમીયાં જેવા ઝીણા ઝીણું અપરિમિત જંતુઓ ઉત્પન્ન થાય છે. પાયખાનામાં ઝાડાની અને પેશાબની એટલી ભરતી થતી જાય છે કે ઘડીએ ઘડીએ, અરે-એક ઘડીમાં પાંચ દશ વાર ઝાડા કે પેસાબની હાજત થાય છે. પિત્તની વૃદ્ધિ થાય છે તે વારંવાર વમન થાય છે અને તેમાં રંગ બેરંગી ચિકકણું દુર્ગધી પદાર્થો નીકળે છે. કફની વૃદ્ધિ થતાં ચરબી વધે છે અને શરીરનાં અવય ફૂલી નીકળતાં બળ લાગે છે. કોઢ નીકળે છે તો ચામડીનો રંગ સફેદ કે રાતે બની જાય છે અને તે ડરામણે લાગે છે. પત્ત થાય છે તો ચામડીમાંથી પાણી અવ્યા કરે છે અને ચામડી ખવાતી જાય છે. વળી તે ચેપી દરદ હેવાથી કોઈ માણસ તેને સંગ કરતા નથી. ખરજવું, દાદર, ખસ વગેરે દરદો થાય છે તે