________________
અશ્િચ ભાવના.
૨૦૭
આરામ
રીતે હેરાન કરે છે. આ ઘરમાં તૃષ્ણારૂપ એક મ્હોટી ખાડ છે, તે એટલી બધી ઉંડી છે કે તેમાં ગમે તેટલું દ્રવ્ય નાંખા તાપણુ પૂરાય તેવી નથી. જેમ જેમ તેમાં વસ્તુ પડતી જાય, તેમ તેમ ખાડ ઉંડી થતી જાય, વળી આ ધરમાં શાંતિ અને સમાધિરૂપ એક શય્યા છે તેના ઉપર જ્યારે આત્મા શયન કરે ત્યારે તેને આરામ મળી શકે, પણ મેાહરૂપ ચંડાળના કામ, ક્રાધ, મદ, મત્સર અને લાભ રૂપ એવા દુષ્ટ પિરવાર છે કે તે આત્માને એક ક્ષણુવાર પશુ લેવા દેતા નથી, રાત અને દિવસ તેને રખડપટી કરાવે છે. આ ધરની માલેકી પુદ્ગલાસ્તિકાયની છે. તેમાં રહેનાર જીવ એ એક ભાડુત છે. માત એ ધરનું ભાડુ ઉધરાવનાર નાકર છે. મુદ્દત પૂરી થતાં ઘર ખાલી કરાવવાના અધિકાર પણ તેને જ સોંપવામાં આવ્યા છે. બીજાં ધરાની પેઠે આ ઘર પાયાવાળુ નથી પણ પાયા વગરનું છે. બીજાં ધર સ્થિર છે ત્યારે આ ધર હાલતું ચાલતું છે. એક રીતે આ ધર હાલતું ચાલતું અને આલેાક પરલેાકની સક્રિયા કરાવતું હાવાથી સારૂં છે, તેમ પાપકમ કરાવી નરકમાં ધકેલી દેનાર હાવાથી નહારૂં પણ છે. બીજી રીતથી જ્યારે તેની રચના તપાસીએ છીએ, ત્યારે ગ્લાનિ આવ્યા વિના રહેતી નથી; કેમકે પ્રથમ તા જે જે ચીજોને લાકા અપવિત્ર ગણે છે, તેવી ચીજોથી જ આ શરીરનું બંધારણુ અધાયું છે. આર્યો જે હાડકાંના સ્પર્શ કરતાં અભડાય છે તેવાં ન્હાનાં મ્હોટાં ૨૪૯ હાડકાંઓના જોડાણથી આ ઘરનું ખેાખું ઉભું થયું છે. આ ખેાપુ` કેવળ અપવિત્ર જ નહિ પણ દેખાવમાં ધણું ભયકર છે. જો શરીરમાંથી ચામડી માંસ નસે ચરખી જુદાં પાડવામાં આવ્યાં હોય અને કેવળ હાડકાંનું ખાખુ ઉભું રાખવામાં આવ્યું હાય તા તે એટલું ડરામણું લાગે છે કે ન્હાનાં છેકરાંઓ તા તે જોતાં વેંત જ રાડ પાડી ભાગવા માંડશે. રાત્રિને વખતે શૂન્ય પ્રદેશમાં તેવું ખાખુ જોવામાં આવ્યું હોય તો ગમે તેવા હિમ્મતવાન માણુસ પણ તેને રાક્ષસી આકૃતિ માની