________________
અશુચિ ભાવના.
૨૦૫ મુંબઈના માળામાં પાયખાનાં હોય છે પણ પેસાબખાનું હોતું નથી, ત્યારે શરીરના પહેલા માળમાં પાયખાનું અને પેસાબખાનું બંને રહે છે. બીજા માળમાં અનાજને પકવવાનું કારખાનું અને તેને લગતા સાંચા છે. તેમાં જઠર એ એક ભઠ્ઠી છે, તેમાં લીધેલ ખોરાક પચે છે યા રસાયણિ ક્રિયાથી ખોરાકનું પૃથક્કરણ થાય છે. ખોરાકનું પોષ્ટિક તત્વ લીવર અને આંતરડાંમાં જુદું પડી ઉપર જાય છે અને કચરો છુટા પડી પહેલા માળમાં રહેલ જાજરૂમાં જઈ પડે છે. વળી તેમાં ફેફસાંરૂપ એક સંચે છે. તેમાં ધમણની માફક શ્વાસોશ્વાસરૂપે હવા ભરાય છે અને તેથી લોહી સાફ થાય છે. કારખાનામાં વરાળને લઈ જનાર જેમ કાચની નળીઓ હોય છે, તેમ આખા શરીરમાં પથરાએલી નાડીઓ-શિરાઓ અને ધમનીઓ છે, તે લોહીને આખા શરીરમાં ફેરવે છે; તે લોહીથી શરીર અને શરીરના દરેક અવયવનું પોષણ થાય છે. તળાવનું પાણી નહેર મારફત જેમ જમીનને અને પાકને પોષે છે, તેમ હદયરૂપ સરોવરમાંથી નાડીરૂપ નહેરોઠારા લોહીરૂપ પાણી દરેક અંગને પોષે છે. ચાલે હવે આપણે ત્રીજો માળ તપાસીએ. આ માળ ઘણે અજાયબી પમાડે તેવી ખૂબીઓથી ભરેલું છે. આ માળમાં ત્રણ દિશાએ બારી બારણું છે અને એક દિશા બંધ છે. એક બારણું અને છ બારીઓ છે. જે આ માળને પૂર્વાભિમુખ રાખીએ તે દક્ષિણ ઉત્તરમાં એકેક બારી અને પૂર્વમાં ચાર બારીઓ અને એક બારણું છે. દક્ષિણ ઉત્તરની બારીમાંથી શબ્દો પ્રવેશ કરે છે કે જેનું નામ કાન છે. પૂર્વની બે બારીઓ કે જેનું નામ આંખ છે, તેમાંથી પ્રકાશ આવે છે કે જેથી વસ્તુઓને નિરીક્ષણ થઈ શકે છે. નાકની બે બારીઓમાંથી વાયુ અને ગંધ આવે છે. મુખરૂપ બારણામાંથી અન્ન પાણી વગેરે સઘળી ચીજો શરીરમાં પ્રવેશ કરી શકે છે, અને ભાષા વ્યવહાર–શબ્દોચ્ચાર પણ ત્યાંથી જ થાય છે. આ કારના ત્રણ દરવાજા છે. પહેલો દરવાજે હેઠ, બીજે દાંત અને ત્રીજે દરવાજે નાકની વચ્ચે રહેલ પડછભ