________________
અશુચિ ભાવના
૨૦૩ એક મણિપીઠિકા ઉપર રત્નજડિત, પિતાના જેવી રમણીય એક મૂર્તિપુતળી બનાવી ગોઠવી. તે પુતળીના મસ્તકમાં એક છિદ્ર રાખેલું હતું અને તેનું ઢાંકણું બરાબર બેસી જાય તેવું કરાવ્યું હતું તેથી જેનારને તે વિષે કંઈ કલના પડે નહિ. આખી હવેલી હાંડી તખતા ઝુમ્મર વગેરેથી શણગારવામાં આવી હતી. દરેક હાલમાં સારી બેઠકો ગોઠવેલી હતી. મલ્લિકુમારી સારામાં સારું ભોજન જમી લઈ વધારાને એક કોળીયો ઉપરના છિદ્રારા પુતળીમાં નાંખી છિદ્ર બંધ કરતી હતી. પુતળીના પેટમાં પિલાણ હતું તેથી તે કેળીયાને પેટમાં સંગ્રહ થતો હતો. એક તરફ લડાઈ ચાલતી હતી. બીજી તરફ આ ક્રિયા થતી હતી. આખરે કુંભ રાજાની સેનામાં ભંગાણ પડતાં હાર થઈ તેથી કુંભરાજાએ પોતાનું લશ્કર પાછું ખેંચી નગરીમાં પ્રવેશ કરી દરવાજા બંધ કરાવી. ગઢરહ કર્યો. રાહડાઈ કરનારાનાં લશ્કરોએ નગરીને ઘેરો ઘાલ્યો. પ્રતિદિન કુંભરાજાની સ્થિતિ કફેડી થવાથી રાજાને ચિંતા ઉત્પન્ન થઈ ત્યારે મહિલકુમારીએ કહ્યું “હે પિતાજી ! આપ ચિંતા ન કરો. એ રાજાઓને સમજાવવાને ઉપાય મેં રચી કહાડ્યો છે. તમે દૂત મારફત પ્રત્યેક રાજાને જુદું જુદું કહેવડાવે કે તમે એકલા. અશોકવાડીની હવેલીમાં આવે, ત્યાં તમારી ધારણું પાર પડશે.” કુંભરાજાએ દૂત મારફત ઉપલો સંદેશો કહેવડાવ્યો તેથી છએ રાજા જુદે જુદે માર્ગે અશોકવાડીમાં આવ્યા. ગોઠવણ પ્રમાણે જુદા જુદા ગર્ભઘરમાં તેમને પ્રવેશ કરાવ્યો અને પોતપોતાની બેઠકે બેઠા. છએનાં સ્થાન જુદાં હેવાથી કોઇ કાઇને જોતા નથી પણ છએની નજર વચલા હેલમાં કે જ્યાં મહિલકુમરીની પુતળી છે ત્યાં પડે છે. પુતળીનું સૌન્દર્ય જોઈ સર્વે તેના ઉપર બાહ પામ્યા. મલ્લિકુમારીની પસંદગી મારા ઉપર ઉતરશે એમ પ્રત્યેક રાજા રાહ જોવા લાગ્યા, એટલામાં મલિકુમારીએ પુતળાનું દ્વાર ખુલ્લું કર્યું કે તેની સાથે અંદર સડેલા