________________
૧૦ર.
ભાવના-શતક, દેશ સાકેતપુર નગરને પ્રતિબુધ રાજા, બીજે અંગદેશ ચંપાનરીને ચંદ્રછાય રાજા, ત્રીજે કુણાલાદેશ સાવર્થીિનગરીને રૂપી રાજા, ચોથો કાશીદેશ વણુરશી નગરીને શંખ રાજા, પાંચમો કુરૂદેશ હથ્થણાપુર નગરને અડીનશત્રુ રાજ અને છઠે પંચાલદેશ કંપિલપુરનો છતશત્રુ રાજા હતો. છએ રાજાને દૂતો સમકાલે મિથિલાએ પહોંચ્યા. કુંભરાજાની પાસે આવી છએ દૂતેએ પોતપોતાના રાજા માટે મલ્લિકુમારીની માંગણી કરી. કુંભરાજા વિચારમાં પડી. ગયો. કોને હા કહેવી અને કોને ના કહેવી ? એકને હા ને બીજાને ના કહેવાથી ઈર્ષ્યા-ક્લેશ થવાને સંભવ અને તેનું પરિણામ ખરાબ આવે તેથી બધાને ના કહેવી જ શ્રેયસ્કર છે એમ ધારી કુંભરાજાએ છએ જણને ના પાડી કે મારે હાલ કોઇને પણ પુત્રી આપવાને વિચાર નથી. દૂતોને અપમાનપૂર્વક પાછી વાળ્યા. છએ દૂતો નિરાશ થઈ પિતતાના રાજાની પાસે આવ્યા અને બનેલી હકીકત જાહેર કરી. પિતાની માંગણીના અનાદરથી ગુસ્સે થએલા છએ રાજાઓએ ગુસ્સાના આવેશમાં તલવારના બળથી ઇરાદે પાર પાડવાનો વિચાર કર્યો અને તરત જ પોતપોતાનાં લશ્કરની તૈયારી કરી, કુંભરાજા ઉપર રહડી જવાને પ્રયાણ કર્યું. આ તરફ કુંભરાજાએ પણ જેના દૂતનું અપમાન કર્યું છે તે વખતે ચડાઈ કરશે એવી દહેશતથી, પિતાનું સૈન્ય સજજ કરવા માંડયું. થોડા વખતમાં બંને તરફનાં સૈન્યની સામસામે લડાઈ ચાલુ થઈ. શુરા ક્ષત્રિયો પાછા હઠયા વિના શરાતનથી લડવા લાગ્યા. બીજી તરફ મલ્લિકુમારીએ છ રાજાએને સમજાવવાને એક જુદો જ માર્ગ લીધો હતે. મલ્લિકુમરીએ પોતાની અશોકવાડીમાં એક સુશોભિત અતિ રમણીય મકાન બંધાવ્યું હતું. તેના મધ્ય ભાગમાં એક વિશાળ રત્નજડિત તળીયાવાળો. સુંદર ઓરડો બનાવ્યો હતો. તેને ફરતાં છ ગર્ભધારો બનાવ્યાં, તે છ ગર્ભઘરનાં દ્વાર મધ્ય ઓરડામાં પડતાં હતાં. છએના આવવા જવાના રસ્તા જુદા જુદા હતા. મધ્ય ઓરડાના મધ્યભાગમાં