________________
અશુચિ ભાવના નથી, તેમ જ તે સૌંદર્ય સ્થિર અને ચિરસ્થાયો નથી. ભર્તુહરિએ કહ્યું છે કે “ હવે નરાયા મળે ” “ વાચે તાત્તા-દ્વયં ” રૂપ-સૌંદચંને જરા અવસ્થાને ભય છે અને શરીરને મોતનો ભય છે. ખરી રીતે જોતાં રૂપ-સૌંદર્યને બગાડનાર માત્ર એક જરા અવસ્થા જ નથી. પણ બીજા અનેક કારણો છે. એક તે સંધ્યાના રંગની પેઠે તેને સ્વભાવ જ અસ્થિર છે. અનેક જાતના રોગોથી પણ તે એક ક્ષણમાં બદલાઈ જાય છે માટે જ કહ્યું “ક્ષાન્ત” અર્થાત એક ક્ષણે કાન્ત–મનોહર અને બીજી ક્ષણે અકાન્ત-અમનહર; આવા અસ્થિર, વિકારી અને ક્ષણિક સંદર્યમાં લલચાઈ જવું કે મુગ્ધ બની જવું તે ડહાપણભરેલું નથી. મલ્લિકુમરીના સૈદય ઉપર મેહિત થએલ છે રાજાઓને મલ્લિકુમારીએ બોધને જે ફટકો માર્યો છે તે આ સ્થળે ભૂલી જવા જેવો નથી.
દષ્ટાંત–મણિકુમરીના પિતા કુંભરાજા વિદેહ દેશના અધિપતિ હતા. તેની રાજધાની મિથિલા નગરી હતી. મલિકુમારીની માતાનું નામ પ્રભાવતી હતું. મલ્લિકુમારીને આત્મા એક સાધારણ આત્મા નહતો પણ તીર્થકર નામકર્મની સમૃદ્ધિવાળો હતે. ચાલુ જન્મમાં તીર્થંકર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા છતાં સ્ત્રીવેશે અવતાર લે એ એક નહિબનવાજોગ આશ્ચર્યરૂપ બનાવ હતો અને તે પૂર્વ ભવમાં (મહાબળના ભવમાં) મિત્ર સાધુઓ સાથે કરેલા કપટનું પરિણામ હતું. એક સ્ત્રીવેદ સિવાય બાકીના ગુણે કે જે તીર્થકરમાં લેવા જોઈએ તેવા સઘળા ગુણે મલ્લિકુમરીમાં હતા. મતિ શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે જ જન્મ થયો હતો. શરીરદયનું તે જેટલું વર્ણન કરીએ તેટલું થોડું અર્થાત તેનું રૂ૫ અનુપમ હતું. યુવાવસ્થામાં મલ્લિકુમારીના રૂપની ચારે તરફ ઘણું તારીફ થવા લાગી, તેથી ઘણું રાજાઓ અને રાજકુમાર મહિલકુમરીને પરણવાની ચાહના કરવા લાગ્યા. તેમાં છ રાજાઓએ તે ખાસ દૂત મોકલી મહિલકુમારીની માંગણી કરી. તે છમાં પ્રથમ કૌશલ