________________
૨૦૦
ભાવના-શતક.
દુઃખ પણ એાછું મનાય છે, તેવી ત્રાસદાયક વેદના ઉપજાવનાર અનેક રોગોથી વ્યાપ્ત આ શરીર રમણીય–મોહક શી રીતે હેઈ શકે? (૪૬)
શરીરની અપવિત્રતા. જેના સંગથી સુંદર સુગંધી અને સ્વાદિષ્ટ ભોજન પણ દુર્ગધવાળું નિરસ બની જાય છે, અને એક ક્ષણ માત્રમાં તે બગડી જાય છે, એટલું જ નહિ પણ તેમાં ઝીણું ઝીણાં કૃમિ-કરમીયાં વગેરે કીડા ઉત્પન્ન થાય છે, જેના સ્પર્શથી સ્વચ્છ અને કિંમતી જરીયાન રેશમી વસ્ત્રો પણ તુચ્છ અને મલીન બની જાય છે, “તે આ શરીર સુન્દર છે” એમ કોણ કહે? (૪૭)
વિવેચન—ઉપરનાં છ કાવ્યો શરીરની આંતરિક સ્થિતિનું ભાન કરાવે છે. જેઓ ચામડીને ઉપરને રંગ કે ચહેરાની ખૂબસુરતી જોઈ કોઈની સ્ત્રી તરફ આશક બને છે, તેના સૌંદર્યનાં વખાણ કરે છે, તેઓની જોવાની દૃષ્ટિ ભૂલભરેલી છે. સ્થૂળ દષ્ટિ અથવા ઉપલક દષ્ટિથી વસ્તુનું ખરું સ્વરૂપ તેઓના જાણવામાં આવતું નથી. તેઓ એક પતંગીઆ કરતાં પણ હેટી ભૂલ કરે છે. પતંગીઉં દીવાની જ્યોતમાં મુગ્ધ બની દીવાના તેજ અને સૌંદર્યમાં આકર્ષાઈ તેની ઉષ્ણતા અને બાળી નાંખવાના સ્વભાવને એાળખી શકતું નથી તેથી તે બિચારું પોતાના પ્યારા પ્રાણને ગુમાવી બેસે છે. તેવી જ રીતે માત્ર બાહ્ય સ્વરૂપને જોનારા, તેમાં જ મુગ્ધ બની જનારા માણસે વિષયના આવેશમાં તણાઈ જઈશરીરની આંતરિક સ્થિતિને ખ્યાલ ન કરતાં પતંગીયાની માફક પરસ્ત્રીના સૈદય રૂ૫ દીવામાં ઝપલાવી દઈ અમૂલ્ય જીવન ગુમાવી બેસે છે. તેઓને શરીરની આંતરિક સ્થિતિને અશુચિ ભાવના દ્વારા ખ્યાલ કરાવવાને આ કાવ્ય જવામાં આવ્યાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે શરીરની અંદરના ભાગ તે અરમણીય છે, પણ બહારનું સૌંદર્ય પણ લાલસાવાળા ભોગી માણસને જેટલું સારું લાગે છે, તેટલું સારું