________________
૧૮
ભાવના-શતક. मूल्यं वस्त्रं स्वच्छमपि स्यान्मलदुष्टं । सोऽयं देहः सुन्दर इत्थं कथयेत्कः ॥४७॥
છઠ્ઠી અશુચિ ભાવના. અર્થ–હે ભદ્ર! આ શરીરનું બાહ્ય રૂપ કે જે એક ક્ષણે મનોહર અને બીજી ક્ષણે અમનોહર થઈ જાય છે, તે અનિત્ય રૂપને જોઈ આ નિઃસાર શરીરમાં શું મેહ પામે છે? આ શરીર અંદરખાને રોગથી ભરેલું છે, અને હજારો વ્યાધિઓનું સ્થાન છે. આ શરીરને સંગે જ અનેક કષ્ટો ખમવાં પડે છે. આ શરીર માત્ર દેખાવમાં જ સુંદર લાગે છે. ચામડી ઉતારીને અંદર જોઈએ તે હાડ માંસ અને રૂધિર સિવાય બીજું કંઈ દેખાશે નહિ. માટે નિન્દ. અને તુચ્છ વસ્તુથી ભરેલાં આ શરીરને ક માણસ રમણય. કહેશે? (૪૨)
આ શરીરમાં મેહ ઉપજાવે તેવી કઈ ચીજ છે?
આ શરીરને અંતર દૃષ્ટિથી જોઈએ છીએ તો શું દેખાય છે? ઉપર ઉપર તો ચામડીનું વેષ્ટન–આચ્છાદન છે. સૌથી હેઠે હાનાં હેટાં હાડકાં એક બીજાની સાથે જોડાઈ ગોઠવાએલાં છે. ચામડીની નીચે માંસના લોચા છે અને તેના ઉપર ઝીણી જાડી અનેક નસે. પથરાએલી છે. તેમાં થઈને આખા શરીરમાં લોહીનો પ્રવાહ ફર્યા કરે છે. ચરબી મજજા (હાડકાંને માવો) પિત્ત કફ મૂત્ર અને વિછાથી શરીર વ્યાપ્ત થએલું છે. એવા ગંદા–અરમણીય શરીરને કયો ડાહ્યો માણસ પવિત્ર કહે? કઈ નહિ. (૪૩)
શરીરનાં અવયવ પણ મલીન છે. ચાલો આપણે શરીરના કેટલાએક ઉપગી ભાગે જોઈએ કે તે કેટલા પવિત્ર છે? આંખોમાં પીયા ભરાય છે. સાંભળવાની શક્તિ ધરાવનાર બે કાનમાંથી હમેશ મેલ નિકળે છે. મોઢામાંથી.