________________
અન્યત્વ ભાવના.
૧૮૩ શેઠ–હા. શરીરની અંદર રહેલે આત્મા–ચૈતન્ય એ જ મહાર ચીમન છે.
સુહાત્મા–ત્યારે તારે શોક કરવાની જરૂર નથી. શરીરમાં રહેલો આત્મા જ જે તારો ચીમન હોય તો તેને માત નડવાનું નથી. અર્થાત તે મરવાને નથી. તે અજર છે, અમર છે, શાશ્વત છે. કદાચ તે આ શરીરને છોડશે, તો જુનાં વસ્ત્રો બદલાવી નવાં વસ્ત્રો પહેરવાની પેઠે બીજું નવું શરીર ધારણ કરશે. હે શેઠ ! જે તું પુત્ર ઉપર પ્રેમ રાખતો હોય તો હું એટલું જ ઈરછ કે ચીમન-આત્માને આંહિ કે બીજે સ્થળે શાંતિ સમાધિ મળે.
મહાત્માના કથનથી શેઠને સમજ પડી. તેથી બહિર્ભાવને છોડી આત્મભાવમાં આવી મહિના પડદાને દૂર કરી શેઠે ચિત્ત શાંત કર્યું અને ચીમનને પણ શાંતિ મળી. ' હે ભદ્ર! આ દષ્ટાંત ઉપરથી સમજ કે જન્મ-મરણ શરીરને છે, હને-આત્માને નથી. જરા, રોગ, હાનિ, વૃદ્ધિ એ બધા શરીરના ધર્મો છે, દેહના દંડ છે; બહિરાત્મભાવથી તે ધર્મોને તે પિતાના માને છે એટલે જ હને દુઃખ થાય છે, શોક-સંતાપ થાય છે. સત-ચિત અને આનંદરૂપે હારી પ્રસિદ્ધિ છે, એ જ હારું સ્વરૂપ છે, તો પછી આનંદને છેડી દુઃખ વેઠવું એ શું હેને લાછમ છે ? રાજા હોવા છતાં રાંક બનવું, શ્રીમંત હોવા છતાં દરિદ્રી થવું, સુખી હોવા છતાં દુઃખી થવું, બળવાન, વીર્યવાન હોવા છતાં દુર્બળ, નિર્વીય થવું, એ કેટલું લજજાસ્પદ છે? શિયાળના ટેળામાં સિંહ વો એટલે શું તેનું સિંહત્વ જતું રહ્યું ? અનંતપ્રકાશી, ચૈતન્ય સ્વરૂપ, આનંદમય હોવા છતાં જડ શરીરને સંગે રહ્યો તેથી શું ચૈતન્ય નષ્ટ થઈ ગયું? નહિ જ. માત્ર તે ભૂલાઈ ગયું છે, મનાઈ ગયું છે તે જ અજ્ઞાન છે. ભૂલ સુધારી જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ હારૂં કર્તવ્ય છે. બહિરાત્મભાવને સર્વથા મૂકી અંતરાત્મભાવમાં સ્થિતિ કરી પરમાત્મભાવે