________________
૧૮૮
ભાવના-શતક પછી શા માટે મમતા રાખે છે ? છોડી દે મમતાને, અને મનમાં નિશ્ચય કર કે હારે કોઈ છે નહિ, અને હું પણ કોઈને છું નહિ. (૪૧) વિવેચન-સુયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે
न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं । न जाया न मुया जत्थ, सव्वे जीवा अणंतसो ॥
અર્થાત-એકેંદ્રિય બેઈકિય તેઈદ્રિય ચઉરિક્રિય અને પંચેંદ્રિય, એ પાંચ જાતિઓમાં એવી કઈ જાતિ નથી કે જેમાં એકેક જીવ અનંતી વાર ઉત્પન્ન થઈ મરણ પામે ન હોય. યોનિ-જીવોનાં ઉત્પત્તિસ્થાન એકંદર ચોરાસી લાખ છે. તેમાંની એક નિ પણ એવી નથી કે જયાં અનંતી વાર ઉપજવાનું ન બન્યું હોય. એકંદરે એક કરોડ સાડી સત્તાણું લાખ કુલ કોટિ છે, તેમાંનું કોઈ પણ કુલ જન્મ-મરણ વિનાનું રહ્યું નથી, તેમ જ આ લોકમાં એવું કઈ સ્થાન નથી, કોઈ આકાશ પ્રદેશ નથી કે જ્યાં દરેક જીવે અનંતી વાર જન્મ અને મરણ કર્યો ને હેય. જ્યાં જ્યાં આ જીવ જન્મ પામ્યો, ત્યાં ત્યાં અનેક સંબંધીઓની સાથે સંબંધ બાંધ્યા. કઈ સ્થાને માં બાપ ભાઈ ભગિની પુત્ર પુત્રી સ્ત્રી સાસુ સસરા એવાં અનેક સગપણ બાંધ્યા. શાસ્ત્રકાર કહે છે કે દુનીયામાંના સઘળા જી સાથે દરેક જીવે અનંતાનંત સંબંધ બાંધ્યા છે. કોઈ પણ જીવ એવો નથી રહ્યો કે જેની સાથે કાંઈને કાંઈ સંબંધ બાં ન હોય. આ બધા સંબંધે જે કાયમના હોય તે એકેક જીવને સંબંધીઓની એટલી સહાય મળે કે તેને કોઈ જાતની તંગી ભોગવવી જ પડે નહિ, પણ તે સંબંધ કાયમને બંધાતો નથી, કિન્તુ ક્ષણિક સંબંધ છે. આનંદઘનજી ઋષભદેવની સ્તુતિ કરતાં કહે છે કે,
પ્રીત સમાઈ તે જગમાં સહુ કહી છે પ્રીત સગાઈ ન કેય, પ્રીત સગાઇ તે નિરૂપાધિક કહી રે પાધિક ધન બેય–ગરષભ જીનેશ્વર પ્રીતમ માહરે રે. ૧ u